

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી અનલોક 1.0 માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં શું કરી શકાશે અને શું નહીં કરી શકાય તેની માહિતી છે. અનલોક 1.0 પહેલી જૂનથી લાગુ થયું છે. આ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની સરળ ભાષામાં સમજ આપવાનો અમારો પ્રયાસ છે. (Image: Network18 Graphics)


શું લૉકડાઉન વધારવામાં આવ્યું છે? હા. ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં 30મી જૂન સુધી વધારવામાં આવ્યું છે.


રેડ, ગ્રીન અને યલો ઝોનને નાબૂદ કરી દેવામાં આવ્યા છે? હા. હાલ દેશને કન્ટેનમેન્ટ અને નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે.


હું ઓફિસમાં જઈને કામ શરૂ કરી શકું? હા. નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં ખાનગી ઓફિસો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.


દુકાનમાં જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓનું વેચાણ કરી શકશે? હા. નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં આવી છૂટ આપવામાં આવી છે.


હું ધાર્મિક સ્થળ કે મંદિરમાં જઈ શકું? હા. આઠમી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.


શૉપિંગ મૉલ ખુલશે? હા. આઠમી જૂનથી શૉપિંગ મૉલ ખુલશે. આ માટે કેન્દ્રનું આરોગ્ય તંત્ર માર્ગદર્શિકા જાહેર કરશે.


રેસ્ટોરન્ટને ખોલવાની છૂટ આપવામાં આવશે? હા. આઠમી જૂનથી રેસ્ટોરન્ટ ખોલી શકાશે. આરોગ્ય તંત્ર આ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.


હું મૉર્નિંગ વૉક, રનિંગ કે પછી સાઇકલ ચલાવવા જઈ શકું? હા. પરંતુ તમે જૂથમાં ન જઈ શકો. આ ઉપરાંત સાંજના નવથી સવારના પાંચ વાગ્યા સુધી પણ નહીં. તમે કયા ઝોનમાં આવો છો તે પણ ચકાસો.


શું બાળકો પાર્કમાં રમવા માટે જઈ શકે? ના. તમામ ઝોનમાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગંભીર બીમારીથી પીડાતા લોકો, પ્રૅગનેન્ટ મહિલા અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.


મારા કામવાળા અને ડ્રાઇવર કામ પર આવી શકે? હા. જો તમારી સોસાયટી મંજૂરી આપતી હોય તો તેઓ નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં કામ પર આવી શકે છે.


હું આલ્કોહોલ ખરીદી શકું? હા. મોટાભાગના રાજ્યએ નોન-કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.


હું ટ્રેન મારફતે બીજા રાજ્યમાં મુસાફરી કરી શકું? હા. ઇન્ટર-સ્ટેટ ટ્રેન સેવા પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે.


એસી મિકેનિક/સુથાર/પ્લમ્બર વગેરે મારા ઘરે આવી શકે? હા. જો તમે નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં છો અને તમારા સોસાયટી મંજૂરી આપે છે તો તે લોકો રિપેરિંગ માટે આવી શકે છે.


શું હું ઇ-કોમર્સ વેબસાઇટ પરથી જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓ મંગાવી શકું છું? હા. ઇ-કોમર્સ કંપનીઓને જીવન જરૂરી ન હોય તેવી વસ્તુઓની ડિલિવરી કરવાની પહેલા જ છૂટ આપી દેવામાં આવી છે.


મારા વાળ બહું વધી ગયા છે, શું હું સલૂનમાં જઈ શકું? હા. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સલૂનને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.


શું ડૉમેસ્ટિક એર ટ્રાવેલને મંજૂરી છે? હા. 25 મેથી ભારતની અંદર વિમાન મારફતે યાત્રા કરવાની છૂટ આપવામાં આવી છે.


શું સિનેમા હોલ ખુલશે? ના. સિનેમા હોલ્સ, થિયેટર્સ, મનોરંજન પાર્ક, ઓડિટોરિયમ, અસેમ્બલી હોલ સહિતને ખોલવાની મંજૂરી નથી.


હું બાઇક અને કાર લઈને બહાર નીકળું શકું? હા. જો તમે નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં છો તો તમે તમારી કાર અને બાઇક લઈને બહાર જઈ શકો છો.


હું મેટ્રોમાં મુસાફરી કરી શકું? ના. તમામ ઝોનમાં નવા આદેશ સુધી મેટ્રો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી.


શું હું ગુજરાતમાંથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ કે મહારાષ્ટ્રમાં જઈ શકું? હા. આંતરાજ્ય પરિવહનને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ માટે જે તે રાજ્ય સરકાર અમુક નિયંત્રણો પણ મૂકી શકે છે.


શું લગ્ન સમારંભમાં મહેમાનોને બોલાવી શકાય? હા. પરંતુ લગ્નસમારંભમાં હાજર લોકોની સંખ્યા 50થી વધવી જોઈએ નહીં.