Home » photogallery » જીવનશૈલી » કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

ગળાની ખરાશથી છૂટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ નુસખા (Home Remedy) અજમાવવાથી લાભ થશે

विज्ञापन

  • 15

    કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

    ઋતુ બદલાતા (season change) જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે પરંતુ કોરોનાકાળમાં (coronavirus) ગળામાં દુખાવો અને શરદી (cold and throat infection) થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ નુસખા (Home Remedy) અજમાવવાથી લાભ થશે અને નુકસાન પણ નહીં થાય.

    MORE
    GALLERIES

  • 25

    કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

    આદું - આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાની ખરાશ અને દુખાવામાં ઘણી રાહત મળશે.

    MORE
    GALLERIES

  • 35

    કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

    મીઠું - મીઠામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી તે કફ અને ઈન્ફેક્શનને દૂર કરવા અને ગળામાં દુખાવો અને ખારાશને મટાડવામાં મદદ કરે છે. રોજ 2થી 3 વાર 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને તેનાથી કોગળા કરવાથી તરત જ ફાયદો થાય છે. જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે. જેનાથી રાહત મળે છે. આ સાથે લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.

    MORE
    GALLERIES

  • 45

    કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

    હળદર - બદલાતી સીઝનમાં બીમારીઓ સામે લડવા માટે હળદર ખૂબ જ કારગર છે. મીઠાની સાથે ગરમ પાણીમાં હળદરનો પ્રયોગ કરવો પણ ખૂબ ફાયદાકારક હોય છે. કારણકે તેમા પણ એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.

    MORE
    GALLERIES

  • 55

    કોરોનાકાળમાં ગળામાં ખારાશ થાય તો તરત જ અજમાવો આ મીઠા, આદું, મધનાં ઉપાયો

    મધ - ગળા માટે મધ રામબાણની જેમ કામ કરે છે. ગળામાં ખારાશ કે ખાંસી થાય તો 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ગળામાં સોજો, ખારાશ, દુખાવો, ખાંસીમાં તરત જ આરામ મળે છે.

    MORE
    GALLERIES