ભારત (India)માં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ 90 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે, હવે દેશમાં કોરોનાથી કુલ 50 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, મંગળવારે 90,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,290 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ એ પણ હકીકત છે કે, કોરોનાની હજી સુધી કોઇ કોઇ દવા કે વેક્સીન આવી નથી. આ સ્થિતિમાં આયુષ મંત્રાલયે (Ayush Mantralaya) રોગપ્રતિકારક શકિત ટકાવી રાખવા માટે કેટલીક સલાહ આપી છે. આપણે જો કોરોનાના કહેરથી દૂર રહેવુ હોય તો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી પડશે. તે માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવેલા કેટલાક સૂચનોનું પાલન કરીએ.
ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો. ગરમ પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા. ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફ્રીજનું ઠંડુ પાણી પીવુ નહી. પચવામાં હલકો, સુપાચ્ય ભોજન લેવુ. આ સાથે પચવામાં ભારે, તળેલા, મીઠાઇ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહી. લાંબા સમય સુધી ભુખ્યા રેહવુ નહી.