વરસાદની મોસમમાં કશું ગરમાગરમ ખાવાનું મન થાય તો સૌથી પહેલા મકાઇ યાદ આવે. વરસાદનો આનંદ લેતા લેતા ગરમાગરમ મકાઇ ખાવાની મઝા કદાચ જ કોઇએ માણી નહીં હોય. મકાઇ ખાવાની જેટલી મઝા આવે છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તો આજે આપણે જાણીએ મકાઇથી થતા ફાયદાઓ અંગે. એટલે હવે ફરી જ્યારે પણ મકાઇ ખાવ ત્યારે તેના ફાયદા યાદ કરીને ખાવાની મઝા ડબલ થઇ જશે.
પાચનક્રિયા મજબૂત બનાવે છે - મકાઇમાં વિટામીન એ, બી અને ઇનું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત ખનિજનું પણ પૂરતું પ્રમાણ હોય છે. તેમાં રહેલા ફાયબર પાચન ક્રિયાને સારી બનાવે છે. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું થઇ જાય છે. ઇનસોલ્યુએબલ ફાઇબર હોવાથી આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.