બનાવવાની રીત : - બ્રેડને ગ્રિલરમાં હળવી ટોસ્ટ કરી લો. પછી બધી બ્રેડની સ્લાઈસ પર પિનટ બટર અને લસણની પેસ્ટ પણ લગાડી દો. પછી બે બ્રેડની સ્લાઈસ પર ટમેટા અને કેપ્સિકમની સ્લાઈસ ગોઠવો. તેના પર ચીઝની સ્લાઈસ ગોઠવો. તેના પર બાકીની બ્રેડની સ્લાઈસ ગોઠવીને ટોસ્ટ કરો. ચીઝ થોડું પીગળે તેટલી વાર માટે જ ટોસ્ટ કરવું.