સંજય ટાંક, કશ્મીર: વેકેશનનો માહોલને ફુલગુલાબી ઠંડીના માહોલમાં કાશ્મીર (Kashmir Travel) સહેલાણીઓથી ઉભરાયું છે. કશ્મીરના ફરવા અને માણવા લાયક સ્થળોમાનું જ એક છે ચશ્મે શાહી ગાર્ડન (chashme shahi garden). જેના આહલદક દ્રશ્યો અહીં હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગાર્ડનમાં પહાડોમાંથી કુદરતી રીતે આવતું પાણી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને દરેક જોવાલાયક સ્થળો પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ચશ્મે શાહી ગાર્ડન , જેનો અર્થ થાય છે ' ધ રોયલ સ્પ્રિંગ '. શ્રીનગરમાં ઝબરવાન પર્વતોની તળેટીમાં આવેલું છે આ ચશમે શાહી ગાર્ડન. આ ગાર્ડન શાહજહાં - મુઘલ સમ્રાટ - 1632માં તેમની દેખરેખ હેઠળ આ બગીચો નાખ્યો હતો .