ચોમાસાના આ સમયમાં મચ્છરોનો (mosquito) આંતક વધી જાય છે. વળી સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ થવાની સંભાવના પણ વધી જાય છે. જો કે બજારમાં તેવા અનેક ઉપકરણો મળે છે જે મચ્છરોને ભગાડવાનો દાવો કરતા હોય છે. (malaria, chikungunya, dengue) પણ જો તમે કોઇ પ્રાકૃતિક અને ઓછા હાનિકારક રીતે મચ્છરોને પોતાના અને પોતાના પરિવારથી દૂર કરવા માંગો છો તો અમે કેટલાક ઉપાયો તમારા માટે લાવ્યા છીએ. (mosquito disease)
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની આ ઋતુમાં મચ્છરજન્ય રોગ અનેક લોકોને પોતાનો ભોગ પણ બનાવે છે. અને કેટલીક ગંભીર કેસમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. વળી ચિકનગુનિયા જેવા રોગમાં બિમારી ગયા પછી પણ 6 મહિના સુધી દર્દીને સાંઘાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે મચ્છરોથી પોતાના અને પોતાના પરિવારને દૂર રાખવા જરૂરી છે.
વધુમાં જ્યારે તમે કપૂર પ્રગટાવો છો તો તેમાં લીમડાના તેલ એક બે ટીપા એડ કરી શકો છો. વળી તમારા ઘરની આસપાસ લીમડો હોય તો લીમડાના પાનનો સાંજે ધુમડો પણ કરી શકો છો. જો કે આમ કરતા ધ્યાન રાખજો કે આગની ચિંગારી ક્યાંક ઘરમાં ન પડે. સાવચેતી સાથે આ કામ કરજો. ડિસ્ક્લેમર- ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતી. આ ઉપાય અજમાવતા પહેલા તેના જાણકાર કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.