Bumps after waxing: બિકીની, હાથ, પગ, ફેસ તેમજ અંડરઆર્મ્સ જેવા શરીરના ભાગમાં વેક્સ લોકો કરાવતા હોય છે. વેક્સ કરાવવાથી સ્કિન પર રૂંવાટી નિકળી જાય છે અને ત્વચા મસ્ત થઇ જાય છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકોને વેક્સ કરાવ્યા પછી ફોલ્લીઓ, રેશિસ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ઘણાં લોકોની સ્કિન વધારે સેન્સેટિવ હોય છે જેમને સ્કિનને લગતી સાઇડ ઇફેક્ટ્સ પણ થઇ શકે છે. આમ, વેક્સ કરાવતા પહેલાં અને પછી તમે ધ્યાન રાખો છો તો અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સથી બચી શકો છો. તો જાણો આ વિશે વધુમાં..
વેક્સિંગ પછી દેખાતા નાના બમ્પ્સ શું હોય છે: વેક્સિંગ પછી અનેક લોકોને સ્કિન પર લાલ દાણાં જેવું થઇ જાય છે. આ સાથે ઘણાં લોકોને રેશિસની સમસ્યા રહેતી હોય છે. નાની ફોલ્લીઓ તેમજ દાણાં જેવું સ્કિન પર થઇ જાય છે. આમ વાત કરવામાં આવે તો સ્કિન પર બમ્પ્સ થવા પાછળ આ કારણો મુખ્યત્વે હોય છે જેમાં છે સ્કિન પર બળતરા, ફોલિક્યુલાઇટિસ, અણગમતા વાળ અને એલર્જી રિએક્શન મુખ્ય હોય છે.
જાણો વેક્સ કરાવ્યા પછી શું ધ્યાન રાખશો: વેક્સિંગ પછી બમ્પસને રોકવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. વેક્સિંગ પછી બમ્પ્સની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે કોટનના કપડા પહેરો. આ સાથે તમે ઢીલા કપડા પહેરો જેથી કરીને સ્કિનને સારી રહે. તમને વધારે કોઇ એલર્જી થાય છે તો તરત નિષ્ણાંતની સલાહ લો. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)