Karwa Chauth Vrat: કરવા ચોથ વ્રતની સાથે સાથે હવે એક ટ્રેન્ડ બની ચુક્યું છે. કેટલાંક લોકો તેને પ્રેમનું પ્રતીક માને છે અને આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. જ્યારે કેટલાંક લોકો તેને પિતૃસત્તાત્મક માને છે અને આ પ્રકારના કોઇ વ્રતને નથી માનતા. પરંતુ આપણી મા, દાદી અથવા સાસુના વિચાર આનાથી અલગ હોઇ શકે છે. આપણે તેને ઓલ્ડ જનરેશન કહીએ છીએ, તેઓ કારણ-અકારણ કેટલીક વસ્તુઓ સાથે બંધાયેલા રહે છે. કરવા ચોથ વિશે પણ કંઇક આવું જ છે.
કરવા ચોથનું વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. આ વ્રતનો સમયગાળો ઘણો લાંબો હોય છે. આ સૂર્યોદય સાથે શરૂ થાય છે અને ચાંદ નીકળ્યા બાદ સંપન્ન થાય છે. આમ તો સમય સમય પર વ્રત રાખવાથી બૉડી ડિટોક્સ થાય છે, પરંત જો તમને કોઇ બીમારી હોય તો આ વ્રત તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કોઇ લાંબા સમયનું વ્રત રાખવું યોગ્ય નથી. તેનાથી તેનું બ્લડ શુગર લેવલ વધવા અથવા ઘટવાનું જોખમ રહે છે.
આ અંગે ડાયેટિશિયનનું કહેવું છે કે, જો ડાયાબિટીસ હોવા છતાં ઉપવાસ રાખો છો, તો હાઇપોગ્લાઇસીમિયાનું જોખમ રહે છે. તેથી ડાયાબિટીસ હોય તેવી મહિલાઓએ કરવા ચોથનો નિર્જળા ઉપવાસ ન રાખવો જોઇએ કારણ કે તેનાથી તેમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. વ્રત તોડતી વખતે મહિલાઓ મોટાભાગે ફેટ, કાર્બોહાઇડ્રેટ અને કેલરીથી ભરપૂર ભોજનનું સેવન કરે છે. તેથી ભોજનનું સેવન કરવાથી હાઇપરગ્લેસેમિયાનું લેવલ વધી જાય છે અને ગ્લાઇસેમિક ઇંડેક્સ પર પ્રભાવિત થાય છે. તેથી તમારા ડાયેટમાં કેટલાંક બદલાવ કરીને ડાયાબિટીસથી ગ્રસ્ત મહિલાઓ આ ઉપવાસ રાખી શકે છે.
ડાયાબિટીસમાં કરવા ચોથનું વ્રત રાખવાની ટિપ્સ : આ રીતે કરો વ્રતની શરૂઆત - આ વ્રતમાં મહિલાઓ સવારના સમયે સરગીનું સેવન કરે છે. તો એ વાતનું ધ્યાન રાખે કે તમારી સરગીમાં પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ સામેલ હોવું જોઇએ. કારણ કે આખો દિવસ તમને સરગીથી એનર્જી મળે છે. પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરપૂર મહેસૂસ કરાવશે.
વ્રત તોડતી વખતે આ વાતનું રાખો ધ્યાન - ઉપવાસ તોડતી વખતે હંમેશા યાદ રાખો કે સૌથી પહેલા પોતાને હાઇડ્રેટ કરો અને લાઇટ ફૂડ જ ખાઓ. આખો દિવસ વ્રત રાખ્યા બાદ તમારા બૉડીમાં પાણીથી કમી થઇ જાય છે. તેથી હાઇડ્રેટ કરવા માટે લીંબુ પાણી અથવા તાજા ફળના જ્યુસનું સેવન કરો. ભોજનમાં વધુ મસાલા અને વધુ તેલવાળી વસ્તુઓ ખાવાના બદલે પ્રોટીનથી ભરપૂર વસ્તુ લો. જેનાથી તમારા શરીરમાં આવતી નબળાઇ દૂર થઇ જાય. તમારા ડાયેટમાં લીલા શાકભાજી, દાળ, રોટલી અને દહીં લઇ શકો છો.