Diabetes Management Tips: દુનિયાભરમાં કરોડો લોકો ડાયાબિટીસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. આ રોગમાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી અને બ્લડ સુગર વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું જોઈએ કારણ કે વધુ પડતું બ્લડ સુગર ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે.