આ શિયાળાની સિઝન અને કોરોનાનાં નવાં વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)થી દુનિયા આખી પરેશાન છે ત્યારે સ્વાસ્થ્યને સારુ રાખવાની ખુબજ જરુર છે. એવામાં તમે તમારા રૂટિનમાં સામાન્ય ફેરફાર કરીને તમારા શરીરને વધુ સારુ બનાવી શકો છો. આ માટે તમે તમારા ભોજનમાં દેશી ગોળ (Desi Jaggery) ઉમેરી લો. અને દરરોજ સવારે ગોળનું હુફાળું પાણી પીવાની ટેવ પાડી લો. ગોળનું પાણી પીવાનાં ઘણાં સ્વાસ્થ્ય વર્ધક (Health Tips) ફાયદા છે. ગોળ શરીર માટે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. તે બોડીને તુરંત જ રિચાર્જ કરી દે છે. થાક દૂર કરે છે. ઇમ્યુનિટી (Immunity Booster) વધારે છે. અને સાંધાના દુખાવા (Joint Pain) પણ દૂર કરે છે.
<br />બોડી ક્લીનઝર- ગોળમાં એવા ગુણ હોય છે, જે શરીરને સાફ કરવામાં મદદ કરે છે. ગોળ શરીરને ડિટોક્સીફાઈ કરે છે. લોહીને શુદ્ધ રાખે છે અને લિવરને સાફ કરે છે. જો તમે નિયમિત રીતે મર્યાદીત માત્રામાં ગરમ પાણીની સાથે ગોળનું સેવન કરો છો તો તમારી સ્કિન સારી રીતે નિખરશે. શરીર પ્રભાવી રીતે સ્વસ્થ રહેશે તેમજ રોગમુક્ત થશે. કારણકે શરીરમાંથી હાનિકારક ટોક્સિન બહાર નિકળી જશે.