સ્માર્ટ વોચ: આજકાલ લોકો સ્માર્ટ ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે. તે તમારા દૈનિક વર્કઆઉટ્સ અને સ્ટેપ કાઉન્ટ કરે છે અને તેનું એનાલિસિસ કરે છે અને ડેટા જનરેટ કરે છે. આ ડેટા બ્લૂટૂથની મદદથી તમારા ફોન સાથે કનેક્ટ કરી શકાય છે, જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. તે તમારી ગ્રોથ અને એકસરસાઈઝના ગોલ્સ, હાર્ટ બીટ, હાર્ટ રેટ, ઓક્સિજન લેવલ વગેરેનો પણ ટ્રેક રાખે છે.
સ્કીપિંગ રોપ<br />સ્કિપિંગ રોપ એ એક સસ્તું અને ઉપયોગી ગેજેટ છે જે તમારા વર્કઆઉટને બીજા લેબલ પર લઈ જઈ શકે છે. કાર્ડિયો વર્કઆઉટ માટે તેને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. હવે માર્કેટમાં એક સ્માર્ટ જમ્પ રોપ પણ ઉપલબ્ધ છે જે એક સ્માર્ટ ઘડિયાળની જેમ કામ કરે છે અને તમારા વર્કઆઉટ ડેટા, જમ્પ કાઉન્ટ અને બર્ન થયેલી કેલરીનો ડેટા બનાવતા રહે છે.
ટમ્મી ટ્વિસ્ટર<br />આ નાના દેખાતા ટમી ટ્વિસ્ટરની મદદથી તમે તમારી જાતને ફિટ રાખી શકો છો. આ ઓછા ખર્ચે ફિટનેસ ગેજેટ વધારાની ચરબી ઘટાડી શકે છે અને પરફેક્ટ ફિગર બનાવી શકાય છે.<br />(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News 18 Gujarati આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)