લેમનગ્રાસને (Lemongrass) આપણે લીલી ચા તરીકે ઓળખીએ છીએ. સ્વાસ્થ્ય માટે તે ખૂબ લાભદાયક હોય છે. લોકો તેને સામાન્ય રીતે ચામાં નાંખીને સેવન કરે છે. લેમનગ્રાસનો ઉપયોગ માથાનો દુખાવો, શરદી, તાવ જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફન્ગલ, એન્ટીડિપ્રેસન્ટના ગુણો રહેલા છે. તેમાં વિટામિન એ, ફોલિક એસિડ, ઝીંક, કોપર, આયરન, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો રહેલા છે.
ત્વચા માટે લાભદાયી - લેમનગ્રાસમાં એન્ટિસેપ્ટિક ક્વાલિટી છે. જેનાથી તે પિમ્પલ્સ અને ઓઈલી સ્કિનની સમસ્યામાંથી છુટકારો આપે છે. સાથે જ તે ઘણા સ્કિન પ્રોબ્લેમ્સમાંથી રાહત આપે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)