<br />લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોના કાળમાં જો શરીરને મજબૂત અને રોગમુક્ત રાખવું હોય તો કેટલાંક ઘરગત્થુ ઉપચાર જરૂરી છે. આ માટે જો દેશી ભોજન કરવામાં આવે અને બહારનું ફાસ્ટફૂડ, તળેલું કે પછી વધુ ચટાકેદાર ભોજન ટાળવામાં આવે તો શરીર મજબૂત રોગમુક્ત અને તંદુરસ્ત રહી શકે છે. આ માટે જીવનમાં થોડી નિયમિતતા અને સંયમ જરૂરી છે. ત્યારે આજે આપણે વાત કરીશું રસોડામાં સૌથી સરળતાથી મળી રહેતાં ગોળ વિશે. ગોળનું જો નિયમિત સેવન કરવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ તો દૂર થઇ જ જાય છે. આ સાથે જ ચહેરા પરની કલચરીઓ દૂર થાય છે. હાડકાં મજબૂત થાય છે. અને ઉંમર વધતી જાણે અટકી જાય છે તેમ લાગે છે.