આ રીતે બનાવો ફેસ પેક: મધ અને મુલતાની માટીનો ફેસ પેક બનાવવા માટે એક ચમચી મુલતાની માટી પાવડર લો. પછી તેમાં એક ચમચી મધ અને બે ચમચી ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. પછી આ પેકને ચહેરા પર લગાવો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને આમ જ રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.