રોજ આ સમયે ખાઓ પલાળેલા અંજીર, કબજીયાતથી લઇને આ સમસ્યાઓમાંથી હંમેશ માટે છૂટકારો મળશે
benefits of eating soaked fig: એક્સપર્ટ ડ્રાય ફૂટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. અંજીર એક બેસ્ટ ડ્રાય ફ્રૂટ્સ છે જે તમે રેગ્યુલર ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એમાં પણ જો તમે અંજીરને પલાળીને ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.
ખાલી પેટ અંજીર ખાઓ: અંજીરમાં અનેક પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અંજીરમાં રહેલા ગુણો તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે પલાળેલા અંજીર રોજ સવારમાં 7 થી 9માં ખાલી પેટ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.
2/ 6
કબજીયાતમાંથી રાહત: તમને કબજીયાતની સમસ્યા છે તો તમે રાહત મેળવવા માટે દરરોજ સવારમાં ત્રણ પલાળેલા અંજીર ખાઓ.
विज्ञापन
3/ 6
કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે: અંજીર ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે. ખાસ કરીને પલાળેલા અંજીરમાં પેક્ટિન નામનું ફાઇબર હોય છે જે રક્તમાંથી મળતા બેડ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4/ 6
અસ્થમામાંથી બચાવે: તમે અસ્થમાના દર્દી છો તો રોજ પલાળેલા અંજીરનું સેવન કરો. તમને વધારે કફ રહે છે તો તમે રોજ સવારમાં ત્રણ પલાળેલા અંજીર ખાઓ. અંજીર ખાવાથી અસ્થમાના દર્દીઓને આરામ મળે છે.
5/ 6
હાડકાં મજબૂત થાય: રોજ સવારમાં ખાલી પેટે અંજીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. પલાળેલા અંજીર તમારે બાળકોને રોજ સવારમાં આપવા જોઇએ. પલાળેલા અંજીરમાં મેગ્નેશિયમ, આયરન જેવા પોષક તત્વો હોય છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
विज्ञापन
6/ 6
એનિમીયામાંથી રાહત અપાવે: તમને એનિમીયાના તકલીફ છે તો તમે પલાળેલા અંજીર ખાવાનું શરૂ કરી દો. આ માટે તમે રોજ સવારમાં બે પલાળેલા અંજીર ખાઓ. રોજ સવારમાં બે પલાળેલા અંજીર ખાવાથી એનિમીયાની સમસ્યામાંથી છૂટકારો મળી જાય છે.