Home » photogallery » જીવનશૈલી » Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

Benefits of drinking beer : અહીં 10 કારણો જણાવવામાં આવ્યા છે કે જો ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો તમારા માટે બીયર શા માટે ખરાબ નથી. જણાવી દઇએ કે આ લેખ દારૂના સેવનને પ્રોત્સાહન આપવા માટે નથી. ખાસ કરીને જેઓ મદ્યપાનનો ત્યાગ કરી ચુક્યા છે અથવા તો તમને કોઇ બીમારી છે.

  • 112

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    લોકો બીયર પીવાનું ખૂબ પસંદ કરે છે. લોકો અન્ય ડ્રિંકની સરખામણીમાં તેનું સેવન કરવાનું વધુ પસંદ કરે છે. તે આલ્કોહોલિક ડ્રિંક છે જે જવ અને યીસ્ટ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઉમેરવામાં આવે છે. લાઇટ ડ્રિંક પસંદ કરતા લોકો બીયર પીવાનું વધુ પસંદ કરે છે. આજે અમે તમને બીયર પીવાના એવા ફાયદાઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જે તમે ચોક્કસ પણે નહીં જાણતા હોવ...

    MORE
    GALLERIES

  • 212

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર પીનારાઓ લાંબુ જીવે છે: સિમિત માત્રામાં બીયર પીવું તમારા માટે સારું છે, અને દરેક વ્યક્તિ જાણે છે કે જો તમે વધારે પીઓ છો, તો તે તમારા માટે સારું નથી. જો તમે વધારે પડતું બીયરનું સેવન કરો છો તો તમને અન્નનળીનું કેન્સર થઇ શકે છે, તમને સિરોસિસ અને અન્ય ખરાબ પરિસ્થિતિઓ ઉભી થાય છે. અનેક તબીબી સંશોધન સૂચવે છે કે જે લોકો બિલકુલ પીતા નથી, અથવા તો વધુ માત્રામાં પીનારાઓની સરખામણીમાં સિમિત માત્રમાં બીયરનું સેવન કરનારાઓ લાંબું અને વધુ સારું જીવે છે. સિમિત માત્રામાં આલ્કોહોલ પીવા માટે બિયર એકદમ પરફેક્ટ છે કારણ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે. સાથે જ તેમાં વાઇન અથવા સ્પિરિટની સરખામણીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. અને જેમ કે તે જૂના કટ્ટરપંથી થોમસ જેફરસને કહ્યું હતું કે, "બીયર, જો સંયમ સાથે પીવામાં આવે તો, ગુસ્સો નરમ પાડે છે, ભાવનાને ઉત્સાહિત કરે છે અને આરોગ્યને પ્રોત્સાહન આપે છે." અને તે કહેવા માટે તેને કોઈ વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર ન હતી.

    MORE
    GALLERIES

  • 312

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર એકદમ નેચરલ ડ્રિંક છે : બીયર એકદમ નેચરલ ડ્રિંક છે. કેટલાક લોકો તમને એમ પણ કહેશે કે બીયર એડિટિવ્સ અને પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે. જો કે હકીકત એ છે કે બીયર ઓરેન્જ જ્યુસ અથવા દૂધની જેમ નેચરલ ડ્રિંક છે (કદાચ તેનાથી પણ વધુ - તેમાંથી કેટલાક દૂધ અને OJ લેબલ્સ તમને ચોંકાવશે). બીયરને પ્રિઝર્વેટિવ્સની જરૂર નથી કારણ કે તેમાં આલ્કોહોલ અને હોપ્સ છે, જે બંને નેચરલ પ્રિઝર્વેટિવ્સ છે. બ્રેડની જેમ બીયરને માત્ર "પ્રોસેસ" કરવામાં આવે છે: તેને પકાવવામાં આવે છે અને આથો આપવામાં આવે છે, પછી ફિલ્ટર અને પેક કરવામાં આવે છે. હેઈનકેન માટે પણ એવું જ કહી શકાય.

    MORE
    GALLERIES

  • 412

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયરમાં કેલરી ઓછી હોય છે, કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે અને તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલ હોતું નથી: સંપૂર્ણપણે નેચરલ ડ્રિંક કહેવાતા બીયરમાં તમે ઓછી કેલરીવાળા ઓપ્શન પણ મળી જાય છે. 12 ઔંસ ગિનીસમાં 12 ઔંસ સ્કિમ મિલ્ક જેટલી કેલરી હોય છે. એટલે કે લગભગ 125. તે નારંગીના રસ (150 કેલરી) કરતાં ઓછી છે, જે તમારા "ફુલ-કેલરી" બીયર જેટલી જ છે. જો બીયર તમારા ન્યુટ્રિશનનો એકમાત્ર સોર્સ હોત, તો તમન સૂચવવામાં આવેલ દૈનિક કેલરી (2,000 થી 2,500) સુધી પહોંચવા માટે દર જાગવાના કલાકે એક બીયર પીવી પડશે. અને કોઈ તમને આટલું બધું પીવાની ભલામણ કરતું નથી. બીયર કરતાં ઓછી કેલરી ધરાવતી નેચલ ડ્રિંક છે સાદી ચા, બ્લેક કોફી અને પાણી. ચોક્કસ, બીયર તે ચરબીયુક્ત કાર્બોહાઇડ્રેટ્સથી ભરેલી હોય છે, ખરું? ના... સરેરાશ બીયરમાં 12-ઔંસ સર્વિંગ દીઠ લગભગ 12 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. યુ.એસ. દ્વારા સૂચવેલ પ્રમાણભૂત 2,000-કેલરીમાં દૈનિક કેલરી 300 ગ્રામ કાર્બોહાઇડ્રેટ છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, તમારે કાર્બોહાઇડ્રેટ્સની સરકારની ભલામણ કરેલ દૈનિક કેલરી સુધી પહોંચવા માટે તમારે બીયરનો આખો 24-પેકનો કેસ પીવો પડશે. જો તમે કાર્બોહાઇડ્રેટ્સ મેળવવા માંગતા હોવ, તો તમે સફરજન ખાવુ અથવા સોડા પૉપ પીવું વધુ સારું છે. દરેકમાં લગભગ 35 થી 40 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે - જે બીયરમાં જોવા મળતી સંખ્યા કરતા ત્રણ ગણી વધારે છે. ઉપરાંત, બીયરમાં ફેટ કે કોલેસ્ટ્રોલ હોતું નથી.

    MORE
    GALLERIES

  • 512

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર તમારા કોલેસ્ટ્રોલને સુધારે છે : બીયરમાં માત્ર કોઈ કોલેસ્ટ્રોલ નથી હોતું, તે ખરેખર તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને સુધારી શકે છે. હકીકતમાં, નિયમિત અને સિમિત માત્રામાં બીયર પીવાથી તમારા એચડીએલ/એલડીએલ કોલેસ્ટ્રોલ રેશિયોને યોગ્ય રીતે ઓછો થઇ જશે. તમારી સિસ્ટમમાં તમારી પાસે બે પ્રકારના કોલેસ્ટ્રોલ છે: HDL જે "ગુડ" કોલેસ્ટ્રોલ છે જે તમારી નસો માટે કવચ રૂપે કામ કરે છે અને વસ્તુઓને વહેતી રાખે છે, અને LDL,જે "બેડ" કોલેસ્ટ્રોલ છે. તે તમારા ગટરમાં કાદવની જેમ તમારી નસોમાં જમા થાય છે. બીયર પાવર-સિસ્ટમને ફ્લશ કરે છે અને HDLલેવલને ઉંચુ રાખે છે. કેટલાક અભ્યાસો અનુસાર, દિવસમાં ઓછામાં ઓછી એક બીયરનું સેવન તમારા HDLને 4 ટકા સુધી વધારી શકે છે.

    MORE
    GALLERIES

  • 612

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર તમને ખુશ રાખવામાં મદદ કરે છે : સિમિત માત્રામાં બીયર પીવાના સામાજિક પાસાઓ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. બીજા શબ્દોમાં કહીએ તો, સમયાંતરે બહાર નીકળો અને તમારા મિત્રો સાથે બિયર પીને ચિલ કરો.

    MORE
    GALLERIES

  • 712

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    પાણી કરતાં વધુ સુરક્ષિત છે બીયર: બીયર હાર્ટ એટેકથી બચાવે છે: જો તમે કોઈ એવી જગ્યા છો જ્યાં તમને પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે, તો લોકલ બીયર હંમેશા સુરક્ષિત વિકલ્પ છે. તે બોટલમાં પેક્ડ સ્થાનિક પાણી કરતાં પણ વધુ સુરક્ષિત છે. બીયરને બનાવવાની પ્રક્રિયામાં ઉકાળવામાં આવે છે અને તેને શુદ્ધ કર્યા બાદ જ તેને પછીથી જ બોટલ કેપ કરીને અને સીલ કરવામાં આવે છે. કારણ કે જો તે ન કરવામાં આવે તો, તે ખરાબ થઈ જાય છે જે તેને વેચવાનું અશક્ય બનાવે છે. ભલે તે ખરાબ થઈ જાય, તેમ છતાં, કોઈ જીવલેણ બેક્ટેરિયા (પેથોજેન્સ) નથી જે બીયરમાં જીવી શકે. તેથી ખરાબ બીયર પણ પાણી કરતાં વધુ સુરક્ષિત છે.

    MORE
    GALLERIES

  • 812

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર કેન્સર સામે લડે છે : સૌથી અદ્ભુત બાબત એ છે કે બીયર અને હેલ્થ કનેક્શનને xanthohumol કહેવાય છે. જે એક ફલેવોનોઈડ છે અને તે માત્ર હોપ્સમાં જોવા મળે છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્ડ મોલેક્યુલર ટોક્સિકોલોજીના ડો. ક્રિસ્ટોબલ મિરાન્ડા અનુસાર, ઝેન્થોહુમોલ એક પાવરફુલ એન્ટીઑકિસડન્ટ છે જે કેન્સર પેદા કરતા એન્ઝાઇમને અટકાવે છે, જે સોયામાં રહેલા મુખ્ય ઘટક કરતાં વધુ શક્તિશાળી છે." આ ઝેન્થોહુમોલ તમારા માટે એટલુ સારુ છે કે જર્મનોએ ખરેખર તેના એક્સ્ટ્રા લેવલ સાથે બીયર બનાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 912

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયરથી નહીં નીકળે તોંદ : 2003માં પ્રાગની યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન અને Institut Klinické a Experimentální Medicíny ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં લોકોએ કેટલી બીયર પીધી છે અને તેમની તોંદની સાઇઝ વચ્ચે કોઈ સંબંધ નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે, "એક સામાન્ય માન્યતા છે કે બીયર ન પીનારા અથવા વાઇન અથવા સ્પિરિટ પીનારાઓ કરતાં બીયર પીનારાઓની સરેરાશ વધુ મોટી 'તોંદ' હોય છે." પરંતુ તેઓએ જોયું કે "બીયર અને સ્થૂળતા વચ્ચેનું કનેક્શન જો અસ્તિત્વમાં હોય, તો પણ તે કદાચ નબળું છે." મોટા ભાગના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે (અને ઓછી માત્રામાં) બીયર પીતા હોય છે તેમને તોંદ નીકળતી નથી અને તેઓનું વજન પીનારાઓ કરતા ઓછું હોય છે. બીયર તમારા મેટાબોલીઝમને વેગ આપી શકે છે, તમારા શરીરને ફેટનું શોષણ કરતા અટકાવી શકે છે અને તમને તંદુરસ્ત બનાવી શકે છે. તેથી હેલ્ધી ડાયેટના ભાગ રૂપે સિમિત માત્રામાં બીયર પીવો.તેથી બીયર પીવો. તમે લાંબુ જીવશો અને વધુ ખુશ રહેશો. તમારુ વજન પણ વધશે નહીં. હકીકતમાં, તમારું વજન ઓછું થઈ શકે છે. તમે તમારા મેટાબોલીઝમને વેગ આપશો, તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશો અને તમારી રક્તવાહિનીઓ બ્લોક થવાનું, હાર્ટ એટેક અને કેન્સરનું જોખમ ઘટાડશો. તમે વધુ શું ઈચ્છો છો?

    MORE
    GALLERIES

  • 1012

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    બીયર કેલરી કન્ટેન્ટ : અન્ય હાર્ડ ડ્રિંક્સની સરખામણીમાં બીયરમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં માત્ર 4 થી 6 ટકા જ આલ્કોહોલ છે. જો કે, તમે જે બીયર પી રહ્યા છો તે બ્રાન્ડ પ્રમાણે આલ્કોહોલનું પ્રમાણ બદલાઈ શકે છે. બીયરના એક પિન્ટમાં 208 કેલરી હોય છે.

    MORE
    GALLERIES

  • 1112

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    340 મિલી સ્ટાન્ડર્ડ બીયરમાં કેલરી કન્ટેન્ટ કેલરી: 153 । પ્રોટીન: 1.6 ગ્રામ । ફેટ: 0 ગ્રામ । કાર્બોહાઈડ્રેટ: 13 ગ્રામ । રિબોફ્લેવિન: DV ના 7% । ચોલિન: ડીવીના 7% । મેગ્નેશિયમ: DV ના 5%। ફોસ્ફરસ: DV ના 4% ।સેલેનિયમ: ડીવીના 4%

    MORE
    GALLERIES

  • 1212

    Beer Health Benefits: બીયર તમારા સ્વાસ્થ્ય માટે નથી હાનિકારક, આ 10 ફાયદાથી તમે ચોક્કસ હશો અજાણ

    કોણે બીયર પીવાનું ટાળવું જોઈએ : પુરાવા ચોક્કસપણે સૂચવે છે કે બીયરના કેટલાક સ્વાસ્થ્ય લાભો છે, પરંતુ તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં અમુક માત્રામાં આલ્કોહોલ પણ હોય છે. તેથી, અમુક બીમારીઓ ધરાવતા લોકોએ બીયરથી દૂર રહેવું જોઈએ. બીયરનું સેવન ન કરો જો...1)જો તમે ગર્ભવતી હો અથવા સ્તનપાન કરાવતા હોવ 2) જો તમે સંધિવાથી પીડિત છો 3) જો તમે અનિદ્રાની સમસ્યાથી પીડાતા હોવ 4)  જો તમને તમારી લીવર સંબંધિત સમસ્યા છે 5) જો તમને પેટમાં અલ્સર અથવા સતત છાતીમાં બળતરા થતી હોય

    MORE
    GALLERIES