કોરોનાકાળમાં સલૂનમાં જઇને બ્યૂટિ ટ્રિટમેન્ટ કરાવવાનો વિચાર જ આપણને અકળાવી મૂકે છે. બહાર પાર્લરમાં આપણને દેખાતી સફાઇ પૂરતી છે, અહીં સવારથી કેટલાય વ્યક્તિઓ આવ્યાં હશે, આ જ ખૂરશી પર અનેક લોકો બેઠા હશે આવા તો કેટકેટલાય વિચારો આપણને ભ્રમિત કરે છે. એના કરતા આપણે ઘરે જ આપણી જાતે પોતાની ત્વચામાં નિખાર લાવવાની કેટલીક ટિપ્સ જોઇએ. આપણા ફ્રિઝમાં પડેલા ટામેટાની મદદથી ત્વચાની અનેક મુશ્કેલીઓને દૂર ભગાડી શકીએ છીએ. ટામેટામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન સી હોય છે. તે એક નેચરલ બ્લિચિંગ એજન્ટનું પણ કામ કરે છે. ટામેટા સ્કિન પરના ડાઘ ધાબ્બાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. આ રીતે ટામેટાના એક ટૂકડાના ફાયદા અનેક છે. આજે આવી જ થોડી બ્યૂટિ સિક્રેટ જોઇએ. (પ્રતિકાત્મક તસવીર)
અત્યારની સિઝનમાં એટલે ડબલ સિઝનમાં ત્વચા ઓઇલી થવી એક સામાન્ય વાત છે. ઓઇલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, ડાઘ-ધબ્બા પડી જાય છે. ટામેટાનો ફેસપેક બનાવી ઓઇલી ત્વચાથી રાહત મેળવી શકાય છે. ઓઇલી ત્વચા માટે ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો. સૌથી પહેલા ટામેટાને ધોઇને તેનો રસ બનાલો તેમા 4-5 ટીપા લીંબુ ઉમેરો. હવે તૈયાર પેસ્ટને ચહેરા પર 5 મિનિટ લગાવ્યા બાદ ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. મહિનામાં 6-7 વખત આ ફેસપેક લગાવવાથી ફરક દેખાવા લાગશે. (પ્રતિકાત્મક તસવીર)
ટામેટામાં બ્લિચિંગ પ્રોપર્ટી હોવાથી તે ટેનિંગની પરેશાનીને ખત્મ કરવામાં મદદરૂપ થાય છે. ગરમીમાં આ પરેશાની સામાન્ય છે. તો જો તમને ગરમીમાં ટેનિંગની સમસ્યા થતી હોય તો ટમેટાના ટૂકડાને ચહેરા પર રગડો, ટેનિંગની સમસ્યા દૂર થશે. આ ઉપરાંત ટામેટાને બરાબર પીસી લો. હવે તેમા થોડૂક ઓટમીલ અને 1 ચમચી દહીં ઉમેરી મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. આ પેસ્ટને લગાવ્યાની 5 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ લો. સતત થોડાક દિવસ આ પેસ્ટ લગાવવાથી ચહેરા પર ચમક આવશે. (પ્રતિકાત્મક તસવીર)
ટામેટામાં રહેલી બ્લિચિંગ પ્રોપર્ટી અને વિટામીન સી માત્ર સ્કિનને ક્લિયર નથી કરતી પરંતુ સાથે- સાથે ચહેરાનો ગ્લો અને રંગતને પણ નિખારે છે. આટલું જ નહી. આ તમારી સ્કિમાં ઓક્સિજનની પણ સપ્લાયને પણ બહેતર બનાવે છે અને ચહેરાના ગ્લોને વધારશે. ચમકદાર અને બેદાગ ચહેરો મેળવવા માટે ટામેટાથી બનેલો ફેસપેક લગાવો. આ ફેસપેકને તૈયાર કરવા માટે સૌથી પહેલા ટામેટાનો જ્યૂસ નીકાળી લો. હવે તેમા ચંદન પાઉડર, ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને 5 મિનિટ ચહેરા પર લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં સતત આ પેસ્ટ લગાવવાથી ચમક આવશે. (પ્રતિકાત્મક તસવીર) (ડિસ્કેમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતની તેની પુષ્ટી નથી કરતો. આ ઉપાય કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે)