જો તમે પણ આજકાલ તમારા ચહેરાની સોફ્ટનેસને લઈને ચિંતિત છો, તો ગભરાશો નહીં. કારણ કે હવે નવી સસ્તી સ્કીનકેર ટ્રેન્ડ (Skin Care Trend) તમારી આ સમસ્યાને પલભરમાં જ દૂર કરશે. ઇન્ટરનેટ પર સ્લગિંગ (Slugging)ના નામે ઓળખાતા આ ટ્રેન્ડથી રાતોરાત તમારી ત્વચાને સોફ્ટ બનાવી શકો છો. આજે અમે તમને આ નવો ટ્રેન્ડ અને પદ્ધતિ વિશે જણાવીશું.
આપણી સ્કીનનો એક ભાગ ઓઈલી હોય છે અને બીજો ભાગ શુષ્ક હોય, તો તેને મિશ્રિત ત્વચા કહેવાય છે. આ પ્રકારની સ્કીન માટે પણ અમુક દિવસોએ જેવા કે સ્કીનમાં શુષ્કષ્તા અને બળતરા વધુ હોય તો જ સ્લગિંગ કરવાની સલાહ અપાય છે. જોકે બ્યુટી એક્સપર્ટ ઓઈલી સ્કીનવાળા લોકોને સ્લગિંગ ટાળવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી તમારા છિદ્રો(Pore) બંધ થઈ શકે છે.
સ્લગિંગ માટે તમારે દરરોજ નિયમિત ધોરણે સૂતા પહેલા ચહેરા પર પેટ્રોલિયમ જેલી કે વધુ મોશ્ચરવાળા મોશ્ચરાઈઝર લગાવવાના છે. જોકે ઇન્ટરનેટ પર સોંદર્યપ્રેમી આ માટે વેસેલિનને વધુ સારું માને છે. તે ફક્ત તમારી ત્વચાને વધુ સારી રીતે મોશ્ચરાઈઝને નથી કરતું પરંતુ, અંદરનો ભેજ પણ આપે છે. ફાયદાની સાથે ગેરફાયદા પણ છે કે વેસેલિનનો ઉપયોગ ખૂબ વધારે માત્રામાં કરશો તો અન્ય સૌંદર્ય પ્રસાધનો (Beauty Products)નો વપરાશ ઘટાડવો પડશે. કારણકે પેટ્રોલિયમ જેલી શરીરની નમીને લોક કરે છે અને સ્કીન પર એક સ્ટીકી લેયર બનાવે છે.
નાના બાળકની જેમ નરમ ત્વચા મેળવવા માટેની આ એક સસ્તી અને અસરકારક તકનિક છે પરંતુ તે દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય નથી. સ્લગિંગ માટે તમારે તમારી સ્કીનના સંકેતોને ઓળખવા, સમજવા પડશે. જેમકે જો તમારી ત્વચામાં ખંજવાળ આવે છે અથવા ખીલ બહાર આવે છે તો સ્લગિંગને ટાળો. (સૂચના: આ લેખની માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 તેમની પુષ્ટિ કરતું નથી. આ બાબતોને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરશો)