Home » photogallery » જીવનશૈલી » દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

અત્યારે બજારમાં એવા ઘણાં ઉત્પાદનો મળતા હોય છે જે ખીલ મટાડવાનો દાવો કરે છે. પરંતુ તેમાં મોટા પ્રમાણમાં કેમિકલ રહેલું હોય છે.

  • 15

    દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

    લાઇફસ્ટાઇલ ડેસ્ક : ખીલને કારણે ચહેરાની સુંદરતા બગડી જતી હોય છે. તેનાથી ચહેરા પર ડાઘ ધબ્બા પણ થઇ જતા હોય છે. અત્યારે બજારમાં એવા ઘણાં ઉત્પાદનો મળતા હોય છે જે ખીલ મટાડવાનો દાવો કરે છે. પરંતુ તેમાં મોટા પ્રમાણમાં કેમિકલ રહેલું હોય છે. આની સામે આપણે ખીલને દૂર કરવા માટે ઘરની જ ચીજવસ્તુઓ વાપરી જોઇએ તો પરિણામ સારું આવે છે. તો આજે આપણે ખીલને જળમૂળથી કાઢવાનાં કેટલાક ઉપાયો જોઇશું.

    MORE
    GALLERIES

  • 25

    દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

    લીંબુ - એક ચમચી લીંબુના રસમાં થોડું મીંઠુ અને મધ ભેળવીને તેને ખીલ થયા હોય ત્યાં લગાવવું. થોડા સમય પછી તેને નવસેકા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ થોડા દિવસ નિયમિત કરવાથી ફાયદો થાય છે.

    MORE
    GALLERIES

  • 35

    દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

    હળદર - હળદરને દૂઘ અને ગુલાબ જળમાં ભેળવીને તેની પેસ્ટ બનાવો ત્યારબાદ તેને જ્યાં ખીલ થયા છે ત્યાં લગાવો આવું 10થી 15 દિવસ કરશો તો તમને ફેર દેખાશે.

    MORE
    GALLERIES

  • 45

    દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

    ટમેટા - એક વાટકીમાં બે ચમચી ટામેટાનો રસ લો. તેમાં એક ચમચી હળદર અને અડધી ચમચી બેકિંગ સોડા નાંખી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમે ખીલ થયાં હોય ત્યાં લગાવો. આ લગાવ્યાં બાદ 10 મિનિટ પછી કાચા દૂધથી તેને ધોઈ લો.

    MORE
    GALLERIES

  • 55

    દાદીમાનાં આ નુસખા ખીલ કરશે દૂર અને ચહેરો બનાવશે સુંદર

    મધ - ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મધ પણ બહું જ ફાયદાકારક હોય છે. મધને ખીલ પર લગાવીને થોડા સમય માટે રહેવા દો પછી તેને દૂધથી ચહેરાની મસાજ કરો આનાથી થોડા જ દિવસોમાં ખીલ ભાગી જશે.

    MORE
    GALLERIES