હાલ કોરોના વાયરસના (Covid 19, coronavirus)કારણે અનેક ગૃહિણીઓ ઘરે જ ફેસિયલ અને વેક્સ કરવાનું પસંદ કરે છે. ત્યારે જો તમે ઘરે બેઠા બ્યૂટીપાર્રલ (beauty parlour) જેવી ચમક મેળવવા માંગતા હોવ તો આ ફેસિયલની ટ્રીટમેન્ટ તમે ઘરે અજમાવી શકો છો. (Beauty tips) તેમાં ઘરમાં રસોઇમાં રહેલી વસ્તુઓની મદદથી જ ફેસિયલ કરવાનું રહેશે અને તે તમને બજારના ફેસિયલ જેવી ચમક પણ આપશે. સાથે જ તમારી ચામડી સુવાંળી અને ચમકદાર બનશે. તો આ માટે નીચે મુજબ ફેસયલ કરો.
તે પછી કાચા બટાકામાંથી મિક્સીમાં ક્રશ કરીને રસ નીકળો. આ બટાકાના રસમાં એલોવેરા નાની ચમચી જેવું મિક્સ કરો. અને આ મિશ્રણને ચહેરા પર લગાવો. અને 10 મિનિટ પછી તે સુકાઇ જાય એટલે તેને સાફ લો. પાણીથી ચહેરો સાફ કર્યા પછી તમે જોશો કે તમારા ચહેરા પર બજારના મોંધા ફેસિયલ જેવી ચમક નજરે પડશે. Disclaimer : ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય જાણકારીને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. તેના પર અમલ પહેલા જાણકારોની સલાહ લેવી.