દિવાળીનો સમય આવી રહ્યો છે. અને કોરોના કાળમાં બ્યૂટી પાર્લરમાંથી જવા કરતા ઘરે બ્યૂટી ટિપ્સને (Beauty tips) ફોલો કરીને તમે પણ ચહેરા પર સુંદર નિખાર લાવી શકો છો. જો કે ચહેરાને ગૌરવર્ણ આપવા માટે લીંબુ શ્રેષ્ઠ ઉપાયમાંથી એક છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને તે એક નેચરલ બ્લીચ પણ છે. આ જ કારણે આજે અમે તમારી માટે લીંબુના તેવા પાંચ ઉપાયો લઇને આવ્યા છીએ જે તમારા ખીલની સમસ્યાને પણ કાબુમાં કરવામાં મદદરૂપ થશે અને દિવાળી (Diwali 2020) જેવા તહેવારના સમય તમારા ચહેરા પર નિખાર પણ લાવશે.
જો તમારી ત્વચા ઓઇલી છે તો રાત્રે સૂતા પહેલા એક ચમચી મલાઇમાં થોડાક લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવી લો. સવારે ચહેરાને સાફ પાણીથી ધોઇ લો, તેનાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થશે અને સાથે જ ત્વચા પરના ઓઇલની સમસ્યાથી પણ રાહત મળશે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગમાં લેતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.