વાળ માટે મેથી અનેક રીતે ફાયદાકારક છે. આર્યુવેદમાં મેથીનું ઘણું મહત્વ રહેલું છે. મેથી હેલ્થ માટે પણ એટલી જ ગુણકારી છે. મેથીનો ઉપયોગ તમે રેગ્યુલર વાળમાં કરો છો તો વાળની ક્વોલિટીમાં સુધારો થાય છે. મેથીમાં ફાઇબર, પ્રોટીન, કાર્બ્સ, ફેટ, આયરન, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે.
ફણગાવેલી મેથી વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે મેથીને રાત્રે પલાળી દો અને સવારમાં મેથીને ફણગાવવા માટે કપડામાં બાંધી દો. સાંજના તમે જોશો તો મેથીમાં ફણગા ફુટ્યા હશે. આ મેથી વાળ માટે ફાયદારૂપ છે. આ બીને ક્રશ કરીને તમે વાળમાં નાંખો. મેથીના આ બી વાળમાં ખોડો, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે.