સ્કિન કેર પ્રોડકટ્સ: શિયાળામાં બાળકો માટે કેમિકલ ફ્રી સ્કિન કેર પ્રોડક્ટસનો ઉપયોગ કરો. ઘણાં પેરેન્ટ્સ કેમિકલ્સ પ્રોડકટ્સનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ આ સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે ખાસ કરીને ઠંડીમાં બાળકોને પાવડર લગાવશો નહીં. ક્રીમ લગાવો જેથી કરીને સ્કિન સોફ્ટ થાય. ક્રીમ લગાવવાથી બાળક ડ્રાયનેસ જેવી સમસ્યામાંથી બચી જાય છે. (Image-Canva)
સમય પર નખ કાપો: ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકની કેર સારી રીતે કરતા હોતા નથી જેના કારણે સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે બાળકનો કાળજી રાખવી ખૂબ જરૂરી છે. બાળકોના રેગ્યુલર નખ કાપતા રહો. ઘણાં પેરેન્ટ્સ નખ કાપવામાં બહુ આળસ કરતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બાળકોના નખ સમય પર કાપતા રહો. નખ તમે વઘી જાય છે તો ગાલ પર અને કુણી ચામડી પર નખ વાગે છે જેના કારણે ઘણી વાર લોહી પણ નિકળે છે. (Image-Canva)