આકના ફૂલમાંથી ફેસ માસ્ક બનાવો: શિયાળામાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવા માટે તમે આકના ફૂલનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. આ માટે તમે ફૂલોને પીસી લો અને એમાંથી પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડરમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. ત્યારબાદ સુકાઇ જાય પછી ફેસ ચોખ્ખા પાણીથી ક્લિન કરી લો. (Image-Canva)
ડ્રાયનેસમાંથી છૂટકારો મેળવો: આકના ફૂલ તમને ડ્રાયનેસની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ માટે તમે ફૂલ પીસી લો અને એમાંથી પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડરમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટ સુકાઇ જાય પછી ફેસ વોશ કરી લો અને ચોખ્ખા કોટનના કપડાથી લૂંછી લો. આમ કરવાથી ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન પર મસ્ત ગ્લો આવે છે. (Image-Canva)
કરચલીઓમાંથી છૂટકારો: એન્ટી એન્જિંગ તત્વોથી ભરપૂર આકના ફૂલ ચહેરા પરની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે આકના ફુલમાંથી પાવડર બનાવો અને બે ચમચી દહીંમાં મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ રહીને ફેસ ક્લિન કરી દો. આમ કરવાથી ફેસ મસ્ત થઇ જાય છે અને સાથે ફેસ પરની કરચલીઓ દૂર થાય છે. (Image-Canva)