કેળા બ્લડ પ્રેશરને રાખે છે નિયંત્રણમાં: કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે અને સોડિયમની માત્રા ખુબ ઓછી. આજ કારણ છે કે કેળાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. કેળા શરીરમાં પાણીની અછત નથી થવા દેતા. કેળા ખાવાથી પેટની બળતરા, ગેસ, એસિડિટીથી રાહત મળે છે. આના માટે કેળાને ખાંડ સાથે ભેળવી ખાવા વધારે ફાયદાકારક રહે છે. મેગ્નેશિયમની ભરપૂર માત્રાના કારણે કેળા સરળતાથી પચી જાય છે, જેથી શરીરનું મેટાબોલિજ્મ સારૂ રહે છે.
એનર્જી આપે છે - વર્કઆઉટ પહેલા બે કેળા આવા ખાઈ લેવાથી શરીરને લાંબો સમય સુધી એનર્જી મળતી રહે છે. કેળા એનીમિયા પણ દૂર કરે છે. કેળા ખાવાથી લોહીમાં આયરન વધે છે, જેથી હિમોગ્લોબિનમાં પણ વધારો થાય છે, અને શરીરને તાકાત મળે છે. જ્યારે તમને પેટમાં ચાંદી હોય છે ત્યારે તમને કેટલીએ પ્રકારના ખાદ્ય પદાર્થ ખાવાની મનાઈ કરી દેવામાં આવે છે, પરંતુ તમે કાળા ડાઘ વાળા કેળા આરામથી ખાઈ શકો છો.