લાઇફ સ્ટાઇલ ડેસ્ક : આ કોરોના સમયમાં ઘરમાં રહી રહીને વાળની કેર કરવી અઘરી થઇ ગઇ છે. ન તો સલૂન જઇને હેર વોશ કરાવી શકતા નથી. ત્યારે અમે આપનાં માટે એવાં ઘરગત્થુ ઉપાય લઇને આવ્યા છીએ જે શુષ્ક બેજાન વાળને સુંદર અને ચમકીલા બનાવી દેશે. આ માટે આપે કેમિકલયુક્ત શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ પણ નહીં કરવો પડે. જેના કારણે વાળની ચમક એકદમ ગાયબ થઇ જાય છે. આજે આપણે કુદરતી રીતે વાળની ચમક લાવી શકે તેવા ઘરે બનતા બે પેક વિશે વાત કરીએ.
દૂધ અને મહેંદી- એક બાઉલ લીલી મહેંદીના પાઉડરને લઇને તેમા ગરમ દધ (ગાયનું દૂધ) ઉમેરી પાતળો લેપ બનાવી લો. તેને બરાબર મિક્સ કરી લો. જ્યારે આ લેપ ઠંડો થાય એટલે તેને વાળના મૂળમાં લગાવી લો. 20 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર પછી વાળને શેમ્પુથી ધોઇ લો. આ ડીપ કન્ડીશનર દ્રારા તમારા વાળને ખૂબ પોષણ મળશે સાથે જ વાળ સુંદર અને શાઇનિ પણ થઇ જશે.