કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારક છે. આ ફળ હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરનો થાક ઘટાડે છે, બ્લડ પ્રેશર જાળવવા ઉપરાંત, હતાશા, કબજિયાત, હાર્ટબર્ન અને અલ્સરને ઘટાડવા અને શરીરને ઠંડક પ્રદાન કરવા માટે મદદરૂપ થાય છે. તેમાં આયર્નની માત્રા પણ વધુ છે, જે હિમોગ્લોબિનના ઉત્પાદનને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને એનિમિયા મટાડવામાં મદદ કરે છે. જોકે, કેળું ખાલી પેટ ખાવું તે હજી પણ ચર્ચાસ્પદ છે.અમુક તેના ફાયદા ગણાવે છે તો અમુક આડઅસરો.
આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે ફળોનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદ નિષ્ણાત ડો.બી.એન. સિંહા સમજાવે છે, અમારી દ્રષ્ટિએ ફક્ત કેળા જ નહીં પણ તમામ ફળોને સવારના ભૂખ્યા પેટે ટાળવા જોઈએ. આજકાલ કુદરતી ફળ મળવા મુશ્કેલ છે. આપણે જે ખરીદીએ છીએ તે કૃત્રિમ રીતે ઉગાડવામાં આવે છે અને તેને સવારે ન આરોગવા જોઈએ. તેમાં રહેલ રસાયણો આપણને નુકસાનકારક હોય છે. જોકે સવારના સમયે કે ગમે તે સમયે ફળોને અન્ય ખોરાક સાથે મિશ્રિત કરીને બ્રેકફાસ્ટ કે ભરપુર નાસ્તામાં લેવાથી તમામ પોષક તત્વો બેલેન્સિંગ માત્રામાં મળે છે.
સવારે કેળાનું ખાવા જોઇએ પણ તેને અન્ય ખાદ્ય પદાર્થો સાથે જ આરોગવું. તંદુરસ્ત રહેવા વિવિધ ઘટકો મિશ્રણ કરીને અને મેચ કરીને તમારા નાસ્તાની યોજના કરવી જોઈએ. આમ કરવાથી તમે સ્વાસ્થ્ય શરીર મેળવી શકશો, અન્ય કોઈ શારીરિક-આંતરિક સમસ્યા ટાળી શકશો અને સારી સ્વસ્થ સવારની શરૂઆત શરૂ કરી શકશો. ચોક્કસથી નોંધવું કે કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. ખાસ કરીને વજન ઘટાડવા ઈચ્છતા લોકોને તો કેટલાક અન્ય ફળ / ઓટમીલ સાથે કેળાનું સેવન ઉત્તમ પરિણામ આપશે.
આ સાથે તમે ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie) પણ બનાવી શકો છો. સવારમાં નાસ્તાની વાત કરવામાં આવે ત્યારે Smoothies શ્રેષ્ઠ વિકલ્પ છે. રોજબરોજના રૂટીન તોડો અને તેના બદલે Smoothies બનાવવાનો પ્રયાસ કરો. કેળા, અખરોટનું દૂધ અને કોકો પાવડરનો મિશ્રણ સુપર્બ લાગશે. સરળ અને ક્રીમી આ ડિશ ફક્ત સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને તંદુરસ્ત જ નહિ બનાવે પણ તમારા જીભનો ચસ્કો પણ બની જશે.