વાળ ખરવા એ દુનિયા ભરમાં એક સમસ્યા છે. દિવસને દિવસે આ સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાળ ખરવાના અનુભવ દરેક લોકોના અલગ-અલગ હોય છે. પરંતુ કેટલીક સમસ્યાઓ સામાન્ય હોય છે જેનાથી તમારા વાળ વઘારે ખરે છે અને સાથે તમારા વાળને અનેક રીતે નુકસાન પણ થાય છે. તો જાણો તમે પણ હેર ફોલ થવાના કારણો અને એને કંટ્રોલ કરવાના ઉપાયો.
પ્રોટીનની ઉણપ: આહારમાં પ્રોટીનની ઉણપને કારણે તમારા વાળ વધારે ખરે છે. વિશેષ રૂપથી જ્યારે તમે શાકાહારી છો તો ખાસ કરીને એવો આહાર લો જેમાંથી તમને પ્રોટીન મળી રહે છે. પ્રોટીનની કમીને કારણે હેર ફોલ વધારે થાય છે. તમારા શરીરના વજન આધારે પ્રતિ કિલોગ્રામ 1 થી 1.6 ગ્રામ પ્રોટીનની આવશ્યકતા હોય છે. આ માટે આહારમાં બીન્સ, ઇંડા જેવા ખોરાકને એડ કરો.
સ્ટ્રેસ અને માનસિક થાક: માત્ર બહારની વસ્તુઓ જ નહીં, પરંતુ શરીરની અંદરની તકલીફથી પણ તમારા વાળ વધારે ખરે છે. વાળ ખરવા પાછળનું એક કારણે સ્ટ્રેસ અને માનસિક થાક પણ હોઇ શકે છે. આ માટે નિયમિત વ્યાયામ કરો. એક્સેસાઇઝ કરવાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે જેના કારણે તમારું સ્ટ્રેસ લેવલ ઘટે છે. આ માટે હંમેશા સ્ટ્રેસ ઓછો લો.