કોરોના વાયરસની સમગ્ર વિશ્વ પર ગંભીર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિગત સારસંભાળ રાખવાની વધુ જરૂર છે. આપણી આસપાસ લાખો કરોડો બેક્ટેરિયા ઉપસ્થિત હોય છે, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. તમે કદાચ વિચારતા હશો કે ટોયલેટમાં જ જીવલેણ અને હાનિકારક બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે જેના પર હાનિકારક બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા સંક્રમણનું કારણ બની શકે છે. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)
ટૂથબ્રશ એવી વસ્તુ છે, જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે સંક્રમણ થવાની સંભાવના સૌથી વધુ રહે છે. ટૂથબ્રશ જ્યારે ટોયલેટની પાસે રાખવામાં આવે છે, ત્યારે સંક્રમણનું જોખમ વધુ રહે છે. જો તમારુ ટૂથબ્રશ ઘરના અન્ય સભ્યોના બ્રશ સાથે રાખવામાં આવ્યા હોવાથી સમગ્ર પરિવારને સંક્રમણ થવાનું જોખમ રહે છે. ટૂથબ્રશ હોલ્ડરને નિયમિતરૂપે સાબુથી ધોતા રહો. નિયનિત 3-4 મહિને ટૂથબ્રશ બદલતા રહો. ટૂથબ્રશના બ્રિસલ્સને ટૂથબ્રશ કવરથી ઢાંકીને રાખો. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)
વોશબેસીનના નળને નિયમિતરૂપે સાફ કરતા રહો, તેને સાફ ન કરવાથી સંક્રમણ થવાનો ભય રહે છે. લોકો તેમના ગંદા હાથે નળ ખોલે છે, તેથી વધુ બેક્ટેરિયા હોવાની સંભાવના રહે છે. રસોડાના નળનો વધુ ઉપયોગ થવાથી તેના પર બેક્ટેરિયા વધુ હોવાની સંભાવના રહે છે. વોશબેસીનના નળને સાફ રાખવા માટે નિયમિત રૂપે ડિસઈંફેક્ટમેન્ટ સ્પ્રેનો ઉપયોગ કરો. નળ સાફ કરવા માટે સાઈટ્રિક એસિડ, વિનેગર અને ગરમ પાણીનો ઉપયોગ કરો. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)
બાથરૂમ ટુવાલને પણ સ્વચ્છ રાખવો જરૂરી છે. ટુવાલ ભીનો હોવાથી જ્યાં તેને સૂકવવામાં આવે છે, તે જગ્યા પર બેક્ટેરિયા રહે છે. આ બેક્ટેરિયાથી શરીરમાં સરળતાથી સંક્રમણ ફેલાઈ શકે છે. બાથરૂમ ટુવાલમાં 90% કોલિફોર્મ બેક્ટેરિયા રહેલા હોય છે અને 14 % ઈકોલી બેક્ટેરિયા રહેલા હોય છે. દર 2-3 દિવસે ટુવાલને ધોવો જરૂરી છે અને જો ટુવાલ સૂકાયેલો હોય તો જ તેનો ઉપયોગ કરવો. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)
માત્ર બાથરૂમ નહીં રસોડામાં પણ બેક્ટેરિયા ફેલાવવાનો ભય રહેલો છે. ચોપિંગ બોર્ડ અને કિચન સ્પોન્જ પર બેક્ટેરિયા જલ્દી આવી જાય છે, તેથી આ બે વસ્તુઓની યોગ્ય સાફસફાઈ રાખવી જરૂરી છે. ચોપરબોર્ડને સાદા પાણીથી ન ધોવું જોઈએ તેને સ્પોન્જથી સાફ કરવું જોઈએ. સ્પોન્જને 5 મિનિટ સુધી ઊકળતા પાણીમાં રાખવું જોઈએ અને નિયમિતરૂપે બદલતા રેવું જોઈએ.(પ્રતિકાત્મક તસવીર -shutterstock)
વોશિંગ મશીનની પણ યોગ્ય રીતે સાફસફાઈ કરવી જોઈએ. વોશિંગ મશીન બહારથી તો સ્વચ્છ હોય છે, પરંતુ તેને અંદરથી પણ સ્વચ્છ રાખવું એટલું જ જરૂરી છે. ગંદા કપડાથી વોશિંગ મશીનમાં બેક્ટેરિયા પહોંચે છે અને મશીનમાં બેક્ટેરિયા રહી જાય છે. વોશિંગ મશીનને વિનેગર અને બ્લીચથી ડિસઈંફેક્ટમેન્ટ કરવું જોઈએ. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)
સાફસફાઈ મામલે બાથરૂમ અને રસોડાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ઘરમાં અનેક એવી વસ્તુઓ છે જેને વારંવાર અડવામાં આવે છે. કિ-બોર્ડ અને રિમોટ એવી વસ્તુઓ છે જેને વારંવાર અડવામાં આવે છે અને તેના પર બેક્ટેરિયા રહી જાય છે. આ વસ્તુઓની સાફસફાઈ ના કરવા પર બેક્ટેરિયા ત્યાં જ રહી જાય છે. આ વસ્તુઓને ડિસઈંફેક્ટ કરવી જરૂરી છે. (પ્રતિકાત્મક તસવીર -shutterstock)