આજે 1 એપ્રિલ છે ત્યારે અનેક લોકોને મૂર્ખ બનાવવાની મજા કંઇક અલગ જ આવે છે. આ દિવસ એક એવો છે જેમાં તમે સામેની વ્યક્તિને મૂર્ખ બનાવીને એની મજાક ઉડાવી શકો છો. ખાસ કરીને આ દિવસે અનેક લોકો એકબીજાને મૂર્ખ બનાવતા હોય છે. આ દિવસે મૂર્ખ બનાવવા માટે લોકો જાતજાતના આઇડિયા અજમાવતા હોય છે. તો જાણો એપ્રિલ ફૂલ પર કેવી રીતે સામેની વ્યક્તિને મૂર્ખ બનાવશો.
તમે તમારા પાર્ટનર, દોસ્ત તેમજ ઘરના પરિવારને મૂર્ખ બનાવવા ઇચ્છો છો તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ છે. આ માટે તમે ગાડીની સ્ક્રીન પર એક મોટો કાગળ મુકો અને એના પર એક નોટમાં લખો Sorry for the dent...હવે આ નોટને એવી જગ્યાએ મુકો જે દૂરથી પણ દેખાય. આમ આવી નોટ જોતાની સાથે જ એ ગભરાઇ જશે અને ગુસ્સાની સાથે ડેટ શોધવા લાગશે. આમ બહુ શોધ્યા પછી પણ ડેટ મળતી નથી તો એપ્રિલ ફૂલથી તમે બોલાવી શકો છો.
તમે દોસ્ત તેમજ પરિવારનો મોબાઇલ લઇ લો અને એનો સ્ક્રીન શોટ . હવે હોમ પેજ પરની બધી જ એપ્સને દૂર કરી દો. હવે એનો સ્ક્રીનશોટ લઇને મોબાઇના સ્ક્રીન પર બેકગ્રાઉન્ડ સેટ કરી દો. તમારો મિત્ર સ્ક્રીન શોટ પર દેખાતી એપ્સને રિયલ સમજી લેશે અને એપ ઓપન કરવાની કોશિશ કરશે તો એ થશે નહીં. આમ તમે સરળતાથી મૂર્ખ બનાવી શકશો.
નેલ પેન્ટની મદદથી પણ તમે સામેની વ્યક્તિને મૂર્ખ બનાવી શકો છો. આ માટે તમે બ્રાઇટ કલરનો કોઇ નેલ પેઇન્ટ લો અને એને વેક્સ પર નાખીને સુકવી દો. હવે લેપટોપ તેમજ કોઇ પણ મોંઘી વસ્તુ પર એ રીતે લગાવો કે નેલ પેઇન્ટ પડી ગયો છે. આમ, તમે નેલ પેઇન્ટની બોટલ પણ રાખી શકો છો. આમ કોઇ આને જોશે તો સમજી બેસશે કે આ લેપટોપ પર પડી ગયો છે. આમ કરવાથી મૂર્ખ બની જશે.