

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલાની એવી ઇચ્છા હોય છે કે તેમનાં વાળ સુંદર અને આકર્ષક હોય. આ માટે કેટલાંક જતન કરવાં જ પડે છે. કેટલાંક વિશેષ ઉપાય અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. જેથી વાળ આપનાં કાળા ચમકીલા અને સુંદર રહે.


સૌ પેહલાં એલોવેરા એટલે કે કુવારપાઠુંનું પાન લો. ત્યાર બાદ તેને સાફ કરી તેનો પલ્પ કાઢી લો. તેને થોડો સમય આ પલ્પને રહેવા દો બાદમાં એક નોન્સટીક કડાઇમાં નારિયળનું તેલ અને એલોવેરાનાં ટુકડા ઉમેરો અને તેને હુંફાળુ ગરમ કરો.


એલેવેરાનો પલ્પ એકમદ મિક્સ થવા લાગે ત્યા સુધી તેને ગરમ કરો. બાદમાં ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો. મિશ્રણ ઠંડુ પડી જાય બાદમાં તેને એક ગાળીને એક બોટલમાં ભરી દો.


તેમાં એક ચમચી સુકી મેથીનો પાવડર મિક્સ કરો અને આ મિશ્રણને અઠવાડિયામાં બે વખત તમારા વાળમાં લગાવો. ફરક તમને આપોઆપ જોવા મળશે.


આ મિશ્રણ એક મહિના સુધી એવું જ રહે છે તે ખરાબ નથી થતું. આ મિશ્રણમાં મેથી, એલોવેરા અને નારિયળનાં ગુણતત્વો સમાવિષ્ટ થાય છે. જે તમારા વાળ સાથે સંકળાયેલાં તમામ સમસ્યાઓ દૂર કરશે. આ મિશ્રણ તમારા વાળને જડમૂળથી પોષણ આપશે અને વાળ પણ મજબૂત કરશે.