<br />આદતો સ્વીકારો- દરેક પુરૂષમાં કોઇ સારી તો કોઇ ખરાબ આદત હશે જ . એવામાં જો આપનાં પતિમાં કોઇ ખરાબ આદત છે તો તેને એકદમ બદલવાનો પ્રયાસ ન કરો. તેનાં કરતાં પોતાની જાતને સમજાવો. શરૂઆતમાં તેનાં સ્વભાવ અને આદત પ્રમાણે જ રિએક્ટ કરો. ધીમે ધીમે તેમની ખરાબ આદત પર લગામ લગાવવાનો પ્રાયસ કરો. પહેલી જ વખતમાં તેમની ખોટી આદતને તેમની સામે મુકવાનો પ્રયાસ કરશો તો વાત બનવાની જગ્યાએ બગડવા લાગશે. અને તમારા બંને વચ્ચે અંતર આવવા લાગશે.
ગુસ્સો ઓછો કરો- સારી પત્ની બનવા માટે પોતાનાં સ્વભાવ અને ગુસ્સામાં બદલાવ લાવવો જરૂરી છે. ઘણી વખત આપની કોઇ વાને કારણે પતિને ખરાબ લાગી શકે છે. જેનાંથી સંબંધોમાં ખટાશ આવી શકે. તેથી શરૂઆતમાં એક સારી પત્ની બનવા માટે સૌથી પહેલાં ગુસ્સા પર કાબુ મેળવો. કેટલાંક મુદ્દાઓ પર બોલવામાં કોઇ જ ખોટી વાત નથી. પણ આપ જે વાત કરો છો તેને કહેવાની રીત, સમય અને સંજોગ અંગે પણ ધ્યાન રાખવું.