લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત ખુબ બધા પ્રયાસો બાદ પણ વજન ઉતરવાનું નામ નથી લેતું.. કઇ પણ કરીયે તોય રિલઝલ્ટ મળતુ નથી. તેમજ સૌને એક જ સમસ્યા આજનાં સમયમાં સૌથી વધુ સતાવે છે અને તે છે વધતા વજનને ઘટાડવાની કાં તો તેને કંટ્રોલમાં રાખવાની. ત્યારે અમે આપનાં માટે જનરલ મોટર્સ દ્વારા જાહેર અને સૌથી પોપ્યુલર એવું ડાયેટ પ્લાન જે GM ડાયેટ પ્લાન તરીકે પણ ઓળખાય છે તે લઇને આવ્યા છીએ. ત્યારે કરી લો તેનાં પર એક નજર.
<br />બીજા દિવસે- સવારમાં ખાલી પેટે એક મોટુ બટાકુ શેકીને ખાવુ. આના ઉપર મરચુ અને સીંધાલુણ છાંટી શકાય. દિવસ દરમિયાન બાફેલા શાકભાજી ખાવા. સીંધાલુણ, મેથી, લીંબુ, આદુ, લસણ, ડુંગળી, લીલા મરચા તેમજ મીઠો લીમડો ઉપર નાખી શકાય. આ દિવસ ખાવામાં આવતુ બટાકુ કાર્બોહાઇડ્રેટસની જરૂર પૂરી પાડે છે. શાકભાજીમાંથી બધા જ પોષકતત્વો મળી રહેશે અને કેલેરી નહિવત પ્રમાણમાં મળશે. આ દિવસે પણ આઠ ગ્લાસ પાણી પીવાનું છે.
પાંચમા દિવસે- બાફેલી મસૂરની દાળ પીવાની અને માત્ર દિવસ દરમિયાન છ ટામેટા ખાવાના છે. આ દિવસે પાણી બાર ગ્લાસ પીવાનુ છે. આ દિવસે લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ ઘટશે. જેથી પગના નીચેના સાંધાઓના દુઃખાવામાં પણ ઘણી રાહત રહેશે. પાંચમાં દિવસે મસુરની દાળમાંથી આયર્ન અને પ્રોટીન મળી રહે છે. અને ટામેટામાં રહેલા ફાયબરને કારણે પાચનતંત્ર બરાબર સાફ થાય છે. આ દિવસથી પેશાબનો રંગ ચોખ્ખો થઇ જશે. એનો અર્થ કે શરીરમાંથી વિજાતીય દ્રવ્યો નીકળી ગયા છે.
છઠ્ઠા દિવસે- ખીચડીયા ચોખાનો ઉપયોગ કરીને કોઇ પણ હળવો ખોરાક લેવો તેમજ બાફેલા શાકભાજી પણ લઇ શકાય. છઠ્ઠા દિવસે આઠ ગ્લાસ પાણી લેવાનુ. આ દિવસે વિટામીન અને ફાયબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરમાંથી ચરબી પણ સારા પ્રમાણમાં ઓગળી ગઇ હોય છે. ડાયેટ ચાર્ટના અમલના પહેલા દિવસે સવારે અને છઠ્ઠા દિવસની સાંજે અરીસા સામે જોશો તો ખ્યાલ આવી જશે.