ન્યૂઝ18 ગુજરાતી : આજકાલ આપણી લાઇફસ્ટાઇલથી જ અનેક સમસ્યાઓ અને બીમારીઓને આકર્ષતા હોઇએ છીએ. તેવી જ એક બીમારી છે કોલેસ્ટ્રોલ. કોલેસ્ટેરોલ ઘટાડવા માટે વપરાતી કેટલીક દવાઓથી માંસપેશીઓમાં દુખાવો પેદા થાય છે. લીવરને પણ નુકસાન થાય છે. કેટલીક એવી દવાઓ છે કે જેનાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે, પણ બ્લડસુગર અને યુરિક એસિડ વધી જાય છે. દવાઓના સેવનથી કોલેસ્ટેરોલનું સ્તર ભલેને નીચે આવી જાય, પણ આડઅસર અન્ય મુશ્કેલીઓ વધારે છે. કેટલાક પ્રકારના આહાર લેવાથી તમે કોલેસ્ટેરોલની માત્રાને નિયંત્રિત કરે છે. આવો જોઈએ કેટલાક આહાર જે કોલેસ્ટેરોલ સ્તર નીચું કરવામાં મદદ કરી શકે છે.
2. પિસ્તા,અખરોટ,બદામ - અમેરિકાની કોલેજ ઓફ કાર્ડોયોલોજીના જર્નલમાં એક શોધ અભ્યાસ પ્રકાશિત થયો છે. જે મુજબ પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સતર ઘટી જાય છે. અખરોટ દ્વારા દિલથી થતી બીમારીથી બચી શકાય છે. પિસ્તા,અખરોટ અને બદામમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડેન્ટસ વસાયુક્ત ભોજનમાં રહેલ સેચુરેટેડ ફેટ્સ દ્વારા આર્ટરીને થનાર નુકશાનની ભરપાઈ કરી શકાય છે.