વધુ માત્રામાં પાણી પીવું (Drink Water)- વધુ માત્રામાં પાણી પીવાથી અનેક પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ થાય છે. દિવસ દરમિયાન યોગ્ય સમયાંતરે પાણી પીવાથી ભૂખને નિયંત્રિત કરી શકાય છે. ઓછી માત્રામાં ભોજન કરવા માટે જમવા બેસતા પહેલા પાણી પી લેવું જોઈએ.
નાશ્તામાં ઈંડાનું સેવન કરો (Have Eggs in Breakfast)- પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. સવારે નાશ્તામાં સેવન કરવાથી ભૂખ વધુ લાગતી નથી. જો તમે શાકાહારી છો તો તમે સવારે નાશ્તામાં પનીર, દાળ તથા સોયાબીનનું સેવન કરી શકો છો. પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવાથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે.