દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. નિયમિત કસરત કરવાથી, ધૂમ્રપાન ન કરવાથી, દારૂનું સેવન ન કરવાથી તમે એક સ્વસ્થ જીવનશૈલી બનાવી શકો છો. સ્વસ્થ જીવન માટે પાચનક્રિયા યોગ્ય કાર્ય કરે તે જરૂરી છે. કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટરના ફાઉન્ડર મોહમ્મદ યુસુફ એન. શેખે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે 5 સુપરફૂડનું સૂચન કર્યું છે. જે તમને બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે.
ગોજી બેરી: ગોજીબેરીને વોફબેરી પણ કહેવામાં આવે છે, જે પોષકતત્વોથી ભરપૂર છે. ગોજીબેરી વિટામિન બી, સી અને આવશ્યક ફેટી એસિડ, અમિનો એસિડ તથા વિવિધ પ્રકારના મિનરલ્સથી ભરપૂર છે. ગોજીબેરીનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ, બ્લડ સુગર સંતુલિત રહે છે તથા તણાવ અને ચિંતા દૂર થાય છે. તમારા બ્રેકફાસ્ટને હેલ્ધી બનાવવા માટે ગોજી બેરી મુસલી પર છાંટી શકો છો અને સ્મુધીમાં ઉમેરી શકો છો.
તકમરીયા: તકમરીયા એકદમ નાના બીજ છે પરંતુ તે આવશ્યક પોષકતત્વોથી ભરપૂર છે. તકમરીયા ફાઈબર, આયર્ન અને કૈલ્શિયમ પ્રદાન કરે છે તથા તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને ઓમેગા-3 ફેટી એસિડ છે. ઓમેગા-3 ફેટી એસિડ સારા કૉલસ્ટ્રોલ માટે અને હ્રદયના જોખમને દૂર કરવા માટે આવશ્યક છે. સલાડ અને યોગર્ટમાં ઉમેરીને તકમરીયાનો સહેલાઈથી ઉપયોગ કરી શકો છો.