લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ભલે દેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પણ જો બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવામાં આવે તો તે આપણાં સૌ માટે સારુ છે. એવાં જો ઘરે જ પગની સંભાલ લલેવામાં આવે તે માટે અમે ખાસ પેડિક્યોરની ટિપ્સ આપનાં માટે લઇને આવ્યાં છીએ. પગની સંભાળ માટે તમે ઘેરે જ પેડિક્યોર કરાવી શકો છો. ઘરેલુ પેડિક્યોરથી તમારા પગ પણ સુંદર બને છે અને કોઈ એલર્જી કે સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના રહેતી નથી.
2. જો તમારા પગ બહુ થાકી ગયા હોય તો આ પાણીમાં ટી ટ્રી ઓઇલ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારો થાક ઊતરશે અને બેક્ટેરિયા પણ દૂર થાય છે. આ પાણીમાં તમારા પગ 10થી 15 મિનીટ સુધી પલાળી રાખો. પગ પલાડયા પછી એક બ્રશથી પગના નખ સાફ કરો. તે બહુ સખત ના હોય તેનું ધ્યાન રાખો. પગની કિનારીઓ અને એડી સાફ કરવા પ્યુમિક સ્ટોનનો ઉપયોગ કરી શકો છો.
4. સૌ પ્રથમ અંગૂઠાના નખને સ્ક્વેર શેપમાં કાપી સ્મૂધ કરો. નખને કોઈ દિવસ સાવ નાના ન કાપો. નખની આજુબાજુ મેલ હોય તો તેને કોટનબર્ડથી સાફ કરો. પગ અને નખ પર ક્રીમ લગાવીને મસાજ કરો. બધી ક્રીમ સ્કિનમાં અંદર ઊતરી જાય ત્યાં સુધી મસાજ કરતા રહો. નખને સાફ કરવા માટે ક્યારેય બ્લેડ કે તેના જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ.