માસિક દરમિયાન થતા કમર અને પેટના દુ:ખાવા(Period Cramps)થી રાહત મેળવવા ઘણી મહિલાઓ હોટવોટર બેગ(Hot Water Bag) કે હિટીંગ પેડ(Hitting Pad)નો ઉપયોગ કરતી હોય છે. અમુક મહિલાઓ માટે આ દુઃખાવો એટલો ખરાબ રીતે વધી જાય છે કે તેમને ડોક્ટરની સારવાર (Treatment) લેવાની ફરજ પડે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના અભ્યાસ મુજબ, 84.1 ટકા મહિલાઓને માસિક ધર્મમાં દુ:ખાવો થવાનું સામે આવ્યું હતું. જેમાંથી 43.1 ટકાએ જણાવ્યું હતું કે, તેઓને દરેક માસિક દરમિયાન પીડાનો અનુભવ થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા ઘણા ઘેરલું ઉપાયો (Home Remedies for Period cramps) પણ અસરકારક સાબિત થાય છે.
હર્બલ ટીનું સેવન- આ દિવસો દરમિયાન હર્બલ ટીનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. એન્ટી-ઇન્ફ્લામેટરી હર્બલ ટીના સેવનથી સોજામાં અને સ્નાયુના દુ:ખાવામાંથી રાહત મળે છે. માસિક દરમિયાન પીવામાં આવતી સૌથી બેસ્ટ હર્બલ ટીમાં કેમોલી, ફેનલ ટી, સિનેમન ટી, જીંજર ટી અને સુવાદાણાનો સમાવેશ થાય છે. વધુ સારા પરિણામો માટે પીરિયડ્સની શરૂઆતના એક અઠવાડિયા પહેલા તેમને તમારા ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
યોગા અને કસરત- જ્યારે પિરીયડ ક્રેમ્પ્સની વાત આવે ત્યારે તમારા સ્નાયુઓને આરામ મળે તેવી પ્રવૃત્તિ ચોક્કસ કરવી જોઇએ. તમે સ્ટ્રેચિંગ અથવા અમુક યોગાસન કરી શકો છો. અમુક હળવી કસરતો તમારા દુ:ખાવાને ઓછો કરશે અને તમારા સ્નાયુઓને આરામ આપશે. જે મહિલાઓને ઓછા પિરીયડ્સ આવે છે તેઓને અમુક કસરતો દ્વારા પિરીયડ ફ્લો વધારવામાં અને નિયમિત માસિક સાયકલમાં મદદ કરે છે.
મસાજ થેરાપી- 20 મિનિટની મસાજ થેરાપી પણ તમને ઘણી રાહત આપી શકે છે. જોકે, આ મસાજ કોઇ પ્રોફેસનલ થેરાપીસ્ટ પાસે કરાવવું જે તમારા શરીરના અમુક ચોક્કસ પોઇન્ટ પણ મસાજ કરશે. તેનાથી પણ તમને માસિક દરમિયાન થતો દુ:ખાવો મટી જશે અને તમને સારું પણ લાગશે. મસાજ દરમિયાન અમુક ઓઇલ જેવા કે લેવેન્ડર, પેપરમિન્ટ, ગુલાબ અને વરિયાળી જેવા ફ્લેવરનો ઉપયોગ પણ કરવામાં આવે છે.