

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત એવું બને છે કે વર્ક સ્ટ્રેસ હોવાને કારણે તો ક્યારેક ખાવા પીવાની ખોટી ટેવ હોવાને કારણે ચહેરાની ચમક જતી રહે છે. અને આપણાં ચહેરો ઉંમર કરતાં વધુ ઘરડો થઇ જાય છે. ઉંમર પહેલાં તેની અસર ચહેરા પર દેખાય છે. તેવામાં જો કેટલાંક પ્રાકૃતિક ખોરાકને નિયમિત જીવનમાં અપનાવવામાં આવે તો તમારી ત્વચા કાંતિવન અને સુંદર રહેશે. અને તમારી ઉંમર ચહેરા પર નહીંવર્તાય.


બેરી: બેરીમાં સૌથી શ્રેષ્ઠ એન્ટીએજિંગ છે. તમે ઇચ્છો તો તેનું જ્યુસ પણ પી શકો છો. અથવા તો તેને આખી પણ ખાય શકો છો. તમે જે રીતે ઇચ્છો તેને તમારા ભોજનમાં સમાવી શકો છો. તેનું દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં સેવન ઉત્તમ માનવામાં આવે છે.


ઍન્ટી ઓક્સીડેન્ટ ટી: ગ્રીન ટી અને બીજી કોઈ પણ હર્બલ ચા પીવો. કારણ કે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે તમારી સ્કીનને નુકસાનથી બચાવશે.


લીલા શાકભાજી: પાલક, બીન્સ અને કોબી જેવી લીલા પાનવાળા શાકભાજી ખાવ. જે તમારી સ્કીનને જરૂરી તમામ પોષક તત્વોની કમી પુરી કરશે.


લીલા શાકભાજી: પાલક, બીન્સ અને કોબી જેવી લીલા પાનવાળા શાકભાજી ખાવ. જે તમારી સ્કીનને જરૂરી તમામ પોષક તત્વોની કમી પુરી કરશે.