ભારતમાં હંમેશા હરવા-ફરવાના નામ પર પૈસાની મુશ્કેલી હવે સામાન્ય વાત છે. એવામાં અમે તમને બતાવી રહ્યા છીએ દુનિયાના એવા દેશ, જે દરેક ભારતીય માટે સસ્તા છે. અહીં ભારતીય કરન્સીની કિંમત વધી જાય છે. આ દેશોને બે વર્ષ પહેલા ઈન્ટરનેશનલ યાત્રાઓ સાથે સંબંધિત સર્ચ એન્જિન સ્કાય સ્કેનરે તમારા બજેટમાં આવી શકતા દેશોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ દુનિયાભરના પાંચ કરોડથી વધારે યૂઝર્સના સર્ચ અને વિવરણ અને પૈસાની કિંમતથી સંબંધિત આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. (Image source: File Photo).
કોસ્ટારિકા - વર્ષ 2016ના દુનિયાના ટોપ ખુશહાલ દેશોમાં રહેલા કોસ્ટારિકા ભારતીય યાત્રીઓની યાત્રાને સાચે જ સુખદ બનાવે છે. અહીં રૂપિયાનું એક્સચેન્જ રેટ સારો છે. આ ખુબસુરત દેશની યાત્રાનું બુકિંગ જો નવેમ્બરમાં કરાવો છો તો ઘણું સસ્તુ રહેશે. ટૂરિસ્ટ ગાડી દ્વારા માત્ર ત્રણ કલાકમાં સમુદ્ર કિનારાથી સમુ્ર કિનારાની યાત્રા કરી શકો છો. અહીં તમે સ્નોર્કલિંગ, સર્ફિંગ, જેટ સ્કીઈંગ, રાફ્ટિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ આનંદ લઈ શકો છો. સુંદર પ્રાકૃતિક દ્રશ્યથી ભરપૂર આ દેશમાં ટૂરિસ્ટને રંગ-બેરંગી પોપટ જોવા સરળતાથી મળી જશે.
ઝિમ્બાબ્વે - કુદરતી સૌંદર્યથી નજીક રહેવાના અને એનિમલ લવર્સ માટે આ દેશ સૌથી શ્રેષ્ઠ છે. વાઈલ્ડ લાઈફને તમે સફારી દ્વારા સારી રીતે જોઈ શકો છો. ફરવા માટે આ દેશ પણ ભારતીય રૂપિયાની કિંમતના હિસાબે તમારા બજેટમાં છે. ચીપ ફ્લાઈટ માટે ફેબ્રુઆરીમાં તમારી ટ્રીપ બુક કરાવો. તમે અહીં ફેમસ વિક્ટોરિયા ફોલ્સ પણ જોઈ શકો છો. મોટોપોસ નેશનલ પાર્ક, મુટારે ટાઉન, ચિનોહઈની ગુફાઓ વગેરે ટૂરિસ્ટ સ્પોર્ટની સફર કરી શકો છો.
શ્રીલંકા - ઈન્ડિયન સબકોન્ટિનેન્ટમાં સ્થિત શ્રીલંકા ટૂરિસ્ટ માટે શાનદાર ડેસ્ટિનેશન છે. અહીં ફરવાનું દરેક ભારતીયના બજેટમાં હોય છે, જેથી અહીં મોટી સંખ્યામાં ભારતીય લોકો આવે છે. ખાસ વાત એ છે કે, ખુબ સસ્તુ હોવાના કારણે ક્યારે પણ આ દેશમાં જવાનું વિચારી શકાય છે, પરંતુ મે અને જૂનમાં જવાનું વધારે સસ્તુ બની રહેશે.