આકર્ષણ, નમણી અને સુડોળ કાયાની ઇચ્છા 20 વર્ષ પછી દરેક મહિલા ધરાવતી હોય છે. પણ ઉંમરના પડાવ, જવાબદારીઓ અને લાઇફસ્ટાઇલના કારણે આપણે આ ઇચ્છા ખાલી સપનામાં જ જોવાનો વારો આવે છે. પણ હાલ જ્યારે અનલૉકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તમારી પાસે ફરી એકવાર તમારા શરીરને ફિટ કરવાનો સમય છે. તો જો તમે સુડોળ શરીર ઇચ્છો છો તો તમારા રોજના જીવનમાં ચાર યોગાસન ઉમેરી શકો છો જે તમારા શરીરને સુડોળ અને સુંદર બનાવશે.