પણ ખાસ વાત નોંધી લે જો તમે કોઇપણ ડાયેટ ફોલો કરો પણ જ્યાં સુધી નિયમિત એક્સરસાઇઝની ટેવ નહીં પાડો ત્યાં સુધી તમારું શરીર સુડોળ નહીં થાય. જો તમે દરરોજ વોકિંગ, સાઇકલિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન જેવી રમતો રમશો. કે પછી લિફ્ટનો ઉપયોગ સદંતર બંધ કરી દેશો અને સીડી ચઢ-ઉતર કરશો તો તમારી એક દિવસની 1000 કેલરી દૂર થાય છે. શરીર એક્ટિવ રહે છે.
બોડી માટે અનિવાર્ય છે વિટામિન સી
શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે ફેટ બર્ન કરવામાં સમસ્યા થાય છે, કારણ કે મેટાબોલિઝ્મ માટે આ વિટામિન બહુ જ જરૂરી છે. જો તમારા પેટની ચારેય બાજુ ચરબીના થર છે તો સમજી લેવું કે તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ છે. જેથી એવા ફૂડનું સેવન કરવું જેમાં વધુ પ્રમાણમાં વિટામિન સી મળી રહે. ત્યારે ચાલો એવા ફૂડ પર કરીએ નજર જે છે વિટામિન સીથી ભરપૂર.. જેમ કે, આમળા, ઓરેન્જ, પપાયા, બ્રોકોલી, સ્ટ્રોબેરી, કીવી,લેમન, ફ્લાવર, શક્કરિયા,કોબીજ વગેરે. આ તમામ ફૂડનું રોજ સેવન કરવું જેથી તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ ન સર્જાય અને તમે એક્સ્ટ્રા ફેટથી બચી શકો.
સવારની શરૂઆત કરો હુફાળા પાણીમાં લીંબુ ઉમેરીને
જો તમે દરરોજ સવારે હુફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીશો તો તમારું શરીર ડિટોક્સીફાઈ થશે.. શરીરમાં રહેલાં ટોક્સિન્સ અને ફેટ પણ શરીરમાંથી બહાર નીકળી જશે. લીવર મજબૂત બનશે અને કમરનીઆસપાસની ચરબી પણ ઓગળશે. એક આખુ લીંબુ એક ગ્લાસ નવશેકા પાણીમાં નીચોવીને પી લેવું. નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરવો અને રોજ સવારે ખાલી પેટે નિયમિત સેવન કરવું. તેનાથી તમારો મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થશે.
બદામ ખાઈને બેલી ફેટને કરો ઓછું
બદામ એ મન મગજને મજબૂત બનાવવાંથી માંડીને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. બદામમાં વધુ પ્રમાણમાં ગૂડ ફેટ હોય છે જેની આપણાં શરીરને જરૂર પડે છે. બદામને મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન ઈ અને ફાઈબર જેવા તત્વોનું પાવરહાઉસ કહેવાય છે. જેથી ફેટ બર્ન કરવામાં બદામનું સેવન મદદરૂપ થાય છે. જ્યારે તમારા શરીરમાં સારાં પ્રોટીનની પૂરતી માત્રા હોય છે ત્યારે ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. બદામમાં રહેલું ફાઈબર ન માત્ર પાચનમાં મદદ કરે છે પરંતુ તે ઓવરઈટિંગથી પણ બચાવે છે. જેથી દિવસમાં 10-20 બદામનું સેવન કરવું , સાદી બદામ જ ખાવી. રોસ્ટેડ કે સ્વીટ નહીં.
પેટ પરની ચરબી દૂર કરવા બીન્સ ખાઓ
ચરબીનાં થર ઘટાડવા તમે સોયાબીન, ચોળા, રાજમા, કાળા અડદ, મસૂરની દાળ, કાબુલી ચણા જેવાં કઠોળ આરોગી શકો છે. તે શરીરને હેલ્ધી રીતે સેચુરેટેડ ફેટ ગ્રહણ કરવામાં મદદ કરે છે. જો તમે નોનવેજ ન ખાતા શકતા હો કે તમે શાકાહારી હો તો તમારી રોજિંદી ડાયટમાં બીન્સને સામેલ કરો. બીન્સ પેટ પરના ચરબીના થરને દૂર કરવામાં મદદ કરશે. તેમાં લીન પ્રોટીનની સાથે સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ ફાઈબર પણ મળી રહે છે. બીન્સ ધીરે-ધીરે પચે છે, જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય બીન્સનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હૃદય સંબંધી રોગો સામે પણ રક્ષણ મળે છે. આ માટે દરરોજ એક કપ કોઈપણ બીન્સનું સેવન કરવું. તમે સવારે બ્રેકફાસ્ટમાં બ્રાઉન બ્રેડની સાથે બીન્સ વાળી સેન્ડવિચ વિથ એગ ખાઈ શકો છો. તમે બીન્સનું સૂપ બનાવીને પણ સેવન કરી શકો છો.