વિટામિન્સ- શરીર યોગ્ય રીતે કામ કરી શકે તે માટે જરૂરી પોષકતત્વો અને વિટામિન્સની જરૂરિયાત હોય છે. શરીરને યોગ્ય વિટામીન ના મળે તો તેની ત્વચા પર અસર જોવા મળે છે. જેના કારણે ત્વચા પર કાળા ધબ્બા, પિગમેન્ટેશનની સમસ્યા જોવા મળે છે. સગર્ભા સ્ત્રીઓ અથવા જે વ્યક્તિઓને મેલેનિન સમસ્યા હોય તે લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન કેવી પ્રોડક્ટસનો ઉપયોગ કરવો જોઈએ- ગર્ભાવસ્થા દરમિયાન સૌંદર્ય ઉત્પાદનની પસંદગી પર ધ્યાન આપવું જરૂરી છે. ગર્ભવતી મહિલાઓમાં હૉર્મોન્સમાં ફેરફાર થવાને કારણે તેમનામાં અનેક પ્રકારનો ફેરફાર જોવા મળે છે. જેના કારણે ગર્ભવતી મહિલાઓએ અનેક પ્રકારની એલર્જી જોવા મળે છે. ગર્ભવતી મહિલાઓએ રેટિનોલયુક્ત એન્ટી એજિંગ ક્રીમ, પેરોક્સાઈડ અને સેલિસલીક એસિડયુક્ત ફેસવોશ અને ક્લિનર્સ તથા ઈસેન્ટીયલ ઓઈલયુક્ત સિરમ અને ફેશિયલનો ઉપયોગ ના કરવો જોઈએ. ગર્ભવતી મહિલાઓએ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવો જોઈએ.
PCOD/PCOS: ભાગદોડવાળું જીવન અને લાંબા સમય સુધી કામ કરવાને કારણે મહિલાઓમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જોવા મળે છે. PCOD (Poly Cystic Ovary Disorder) અને PCOS (Poly Cystic Ovary Syndrome) હૉર્મોનલ અસંતુલન અને વધતા વજનની સમસ્યાને કારણે ત્વચા પર અનેક પ્રકારની વિપરીત અસર જોવા મળે છે. મોટાભાગની મહિલાઓમાં સિસ્ટીક એકન, કાળા ધબ્બા, વધુ પડતી ઓઈલી સ્કિન, બ્લેક હેડ્સ, વ્હાઈટહેડ્સ તથા અન્ય પ્રકારની સમસ્યા જોવા મળે છે. તમારી ત્વચાને નુકસાન ના કરે તેવા પ્રકારના સૌંદર્ય ઉત્પાદનોની પસંદગી કરવી જોઈએ. કોકોઆ બટર, આઈસોપ્રોપાઇલ મિરિસ્ટેટ, ઓલેઈક એસિડ, લેનોલિન અને બટીલ સ્ટેરેટયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. સૌંદર્ય ઉત્પાદનોમાં ક્લોરોફેનોલ્સ અને પ્રિઝર્વેટીવ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેનો ઉપયોગ ના કરવો જોઈએ.