Home » photogallery » જીવનશૈલી » 3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

આ કુદરતી ફેસપેક આપ ઘરે જાતે બનાવી શકો છો. તે ત્વચાને ફરીથી સુંદર બનાવશે અને તેની કોઇપણ આડ અસર થશે નહી.

विज्ञापन

  • 14

    3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત ડબલ સિઝનને કારણે ચહેરા પર ખીલ ડાઘ-ધબ્બા કે બ્લેકહેડ્સ થઇ જાય છે. જેને કારણે ત્વચાનો નિખાર ગૂમ થઇ જાય છે અને તે શ્યામ લાગવા લાગે છે. આ માટે જ અમે આપનાં રસોડામાંથી એવી સુંદર વસ્તુઓ લઇને આવ્યા છીએ જે કોઇપણ પ્રકારની આડઅસર વગર ચહેરા પરનાં ડાઘ-ધબ્બા દૂર કરીને આપની સુંદરતા નિખારશે અને ત્વચા વધુ સુંદર બનાવશે. આ કુદરતી ફેસપેક આપ ઘરે જાતે બનાવી શકો છો. તે ત્વચાને ફરીથી સુંદર બનાવશે અને તેની કોઇપણ આડ અસર થશે નહી.

    MORE
    GALLERIES

  • 24

    3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

    એલોવેરા- ઓઇલી ત્વચા ધરાવનાર લોકો માટે એલોવેરા ખૂબ ફાયદાકારક છે. એલોવેરા એટલે કે કુવરપાઠું ચહેરામાં રહેલા તેલને શોષી લેવામાં મદદ કરે છે. તેમજ હળદર અને ગુલાબજળથી ત્વચા પર ચમક આવે છે અને ત્વચાની ચમક વધે છે. આ ફેસ માસ્કને બનાવવા માટે 1 ચમચી એલોવેરા, 1/4 ચમચી હળદર, 2 ચમચી ગુલાબજળ મિક્સ કરી લો. હવે તેને ચહેરા પર લગાવો. થોડો સમય આ પેસ્ટને ફેસ પર લગાવી રાખો અને બાદમાં ચહેરાને સાદા પાણીથી ધોઇ લો. જો સ્કિન ડ્રાય લાગી રહી છે તો એક હળવું મોઇશ્ચુરાઇઝર ચહેરા પર લગાવો. આ ફેસપેકનો નિયમિત ઉપયોગ કરવાથી ફાયદો થશે.

    MORE
    GALLERIES

  • 34

    3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

    ચોખાનો લોટ, મધ અને ચાનું પાણી- આ ત્રણેયને મિક્સ કરીને ચહેરાપ ર લગાવવાથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચા ગોરી થશે. મધ ચહેરાને મોઇશ્ચુરાઇ કરશે અને શુષ્કતા પણ દૂર કરવામાં મદદ કરશે. 1/2 ચમચી મધ, 1 કપ ચાનું પાણી, 2 ચમચી ચોખાનો લોટ. આ ત્રણેય બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં બે ચાર ટિપા લીંબુનાં ઉમેરો. બાદમાં આ પેસ્ટને ચહેરા પર ઓછામાં ઓછી 15-20 મિનિટ લગાવી રાખો. તે બાદ આ પેસ્ટને હટાવવા માટે આંગળીઓ પર થોડુંક પાણી લગાવીને હળવા હાથે ચહેરા સ્ક્રબ કરો. આમ કરવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થશે અને ત્વચા ગોરી થશે.

    MORE
    GALLERIES

  • 44

    3 TIPS: ચહેરાની કાળાશ દૂર કરી બનાવશે ચમકદાર

    લીમડો, ચણાનો લોટ અને દહીં-આ મિશ્રણનાં માસ્કથી ખીલ અને ડાઘ-ધબ્બા ઓછા થઇ શકે છે. 1 મોટી ચમચી ચણાનો લોટ. 1 નાની ચમચી લીમડાનો પાઉડર અને 2 મોટી ચમચી દહીં બરાબર મિક્સ કરી લો. હવે આ માસ્કને 15 મિનિટ તમારા ચહેરા પર લગાવી રાખો. આ માસ્કને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવાથી સારુ પરિણામ મળે છે. તેમજ ચહેરામાં ચમક આવે છે.

    MORE
    GALLERIES