માંસાહારી લોકોનું શરીર (Body) વધુ સ્નાયુબદ્ધ, ફિટ અને હોટ હોવાની માન્યતા લોકોના મનમાં હોય છે. પરંતુ અમિતાભ બચ્ચન, શાહિદ કપૂર, વિદ્યુત જામવાલ, આમિર ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા સહિતના શાકાહારી કલાકરો (Vegetarian celebrity)એ આ માન્યતાને ખોટી ઠેરવી છે. ખાવા પીવાના શોખીનો માટે સૌથી મોટી વાત એ છે કે, શાકાહારી ખોરાકમાં માંસાહાર કરતા ખાવા પીવાના વધુ ખૂબ વિકલ્પો અને ટેસ્ટ મળે છે. બીજી તરફ માંસાહારી ખોરાક હૃદય રોગ, હાઈ કોલેસ્ટ્રોલ, ચરબી, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. જ્યારે શાકાહારી ખોરાક બ્લડ પ્રેશર ઘટાડવા, ફાઇબર, ફાયટોકેમિકલ્સ, ફોલિક એસિડ, વિટામિનસી, વિટામિન ઈ, ફોલિક એસિડ, ફાઇબરના વધુ સેવન જેવી તમામ દ્રષ્ટિએ ફાયદાકારક છે. શાકાહારી ખોરાકના ફાયદાના કારણે જ અત્યારે વિશ્વમાં શાકાહારી ખોરાક તરફ લાખો લોકો વળી રહ્યા છે. ટોચના સેલેબ્સ (Bollywood Celebrities)પણ શાકાહારી ખોરાક પદ્ધતી સ્વીકારે છે. જેથી આજે અહીં હોટ અને ફિટ શાકાહારી સેલેબ્સ અંગે વાત કરવામાં આવી છે.
શાહિદ કપૂર- માંસાહારી કરતાં શાકાહારી ખોરાકની સારી અસર થતી હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ શાહિદ કપૂર છે. 2003માં શાહિદ કપૂરે લાઈફ ઈઝ ફેર બાય બ્રેઈન હાઈન્સ (Life is Fair by Brain Hines) પુસ્તક વાંચ્યા બાદ નોનવેજ ખોરાક છોડી દીધો હતો. આ પુસ્તક તેના પિતા અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ કપૂરે ભેટમાં આપ્યું હતું
આમિર ખાન- આમિર ખાનના અભિનય પર કોઈ શંકા કરી શકાય નહીં. તે ફિલ્મોમાં પોતાના પાત્ર મુજબ પોતાના દેખાવ અને શરીરને ઢાળી શકે છે. આમિર ખાન શાકાહારી છે અને કિરણ રાવે તેને શાકાહારી બનવામાં મદદ કરી હોવાનું સ્વીકારી ચુક્યો છે. કિરણ રાવે શાકાહારી ખોરાક આરોગ્યપ્રદ જીવનશૈલી કઈ રીતે લાભદાયક નીવડી શકે તે અંગે કેટલાક વિડીયો તેને બતાવ્યા હતો.
વિદ્યુત જામવાલ- એક્શન હીરો વિદ્યુત જામવાલ ખૂબ જ ફિટ છે. તેના જેવું બોડી બનાવવા અનેક યુવાનો મહેનત કરે છે. વિદ્યુત જામવાલ પોતાની ફિલ્મોમાં સ્ટંટ અને એક્શન સિક્વન્સ પોતે જ કરે છે. તેની જંગલ મૂવી એક્શન એડવેન્ચર હતી અને આ ફિલ્મમાં માધ્યમથી તે લોકોની નજરમાં આવી ગયો હતો. આ ફિલ્મ માટે તેણે ઘણી મહેનત કરી હતી.