જો તમે પણ વજન ઘટાડવા (Weight loss)નું વિચારી રહ્યા હોય તો તમારા ડાયટમાં નેગેટિવ કેલેરી ફૂડ (Negative Calorie Foods)ને આજે જ સામેલ કરો. જે તમને નિર્ધારિત વજન સુધી પહોંચવામાં ખૂબ મદદરૂપ બનશે. નેગેટિવ કેલેરી ફૂડ એટલે એવા ફૂડ્સ જે શરીરને જેટલી એનર્જી (Energy) આપે છે. તેની સરખામણીએ તાને પચાવવા (Digestion)માં વધુ એનર્જી વાપરે છે. આ ખોરાકમાં સામાન્ય રીતે ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. કેલરી એ ખોરાકનો એક મહત્વપૂર્ણ ઘટક છે અને આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેમાં કેલરી હોય છે. ઉચ્ચ ફાઇબર અને પાણીવાળા ખોરાકમાં સામાન્ય રીતે ઓછી કેલરી હોય છે અને તેને પચાવવા માટે આપણને વધુ ઊર્જાની જરૂર હોય છે, તેને નકારાત્મક કેલરીવાળા ખોરાક કહેવામાં આવે છે. આવા ખોરાક તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. અહીં અમુક નેગેટિવ કેલેરીવાળા ફૂડ્સ વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.