

તમે ઘણીવાર હોમ ડિલીવરી કરીને ખાવાનું માંગવતા હશો કે પછી સ્ટોર્સમાંથી ફૂડ આઇટમ ખરીદતા હશો. જેમાં ખાલી તમે તેની એક્સપાયરી ડેટ જોઇને ખરીદી લેતા હશો પણ ફૂડ ઇન્ડસ્ટ્રીના અનેક કાળી બાજુથી હજી પણ તમે અજાણ છો. આ વાતોને ફૂડ ઇન્ડસ્ટ્રી કદી બહાર નહીં આવવા દે. ફૂડ ઇન્ડસ્ટ્રી એક તેવા ડૂબેલા ગ્લેશિયર એટલે કે બરફના પહાડ જેવી છે જે આંખોની સામે કંઇક અને પાણીની અંદર કંઇક દેખાતી હોય છે. આજે અમે તમને 7 ડાર્ક સીક્રેટ્સ જણાવીશું.


મોટાભાગના ફાઇબર રીચ ઉત્પાદનોમાં જોવા મળે છે નકલી ફાઇબર - ફાઇબર તમારા શરીર માટે ખૂબ જ સારું છે, કારણ કે તે તમારી પાચક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ ઘણા તૈયાર ખોરાક ઉત્પાદનો પૈસા બનાવવા માટે નકલી ફાઇબરનો ઉપયોગ કરે છે. જોકે આ કૃત્રિમ રેસાને કાયદેસર રીતે ફાઇબર કહેવામાં આવે છે, તે અનાજ અને શાકભાજીમાં મળતા કુદરતી ફાયબરથી સંપૂર્ણપણે ભિન્ન છે. તે તમારા પેટમાં ગેસ અને અપચો જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી હવેથી તૈયાર ઉત્પાદનો પર હાઇ ઇન ફાઇબર ટેગ જોઇને ખુશ થતા પહેલા વિચારજો.


એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો અર્થ ખરાબ ગુણવત્તાવાળું તેલ હોઈ શકે છે- તમે સાંભળ્યું હશે કે તે ખૂબ આરોગ્યપ્રદ છે. અને કદાચ તમે વિચારી રહ્યા છો કે તે અન્ય તેલો કરતાં વધુ શુદ્ધ હશે. આવી સ્થિતિમાં, તમને તે જાણીને ચોક્કસ દુ:ખ થશે, પરંતુ અમે તમને કહેવા માંગીએ છીએ કે આ ખાદ્ય ઉદ્યોગએ તેના શબ્દોના જાદુને લીધે માત્ર તમને મૂર્ખ બનાવ્યા છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધન મુજબ, ત્યાં કુલ વર્જિન ઓલિવ ઓઇલ બોટલમાંથી 70% ખરેખર ખરાબ ગુણવત્તાવાળા ઓલિવ ઓઇલ હતા. આ ફક્ત શબ્દોના ભ્રમિત કરી તમને વેચવામાં આવી રહ્યા હતા, જ્યારે ગ્રાહકો પાસે આની ગુણવત્તાની તપાસ કરાવવાની કોઈ રીત નથી હોતી.


ધણા ચીઝ ઉત્પાદનો વાસ્તવિક રીતે ચીઝ હોતું જ નથી. આ દૂધ પ્રોટીન સામગ્રીમાંથી કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલું હોય છે. અમેરિકન ફૂડ કંટ્રોલર પણ તેને ચીઝ કહેવાની મંજૂરી આપતો નથી. તો પણ તેઓ સતત વેચાઇ રહ્યા છે. આટલું જ નહીં, ડેરી ઉદ્યોગમાં તૈયાર ઉત્પાદ પણ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તેમાં ફક્ત થોડા ફાયદાકારક પોષક તત્વો હોય છે.


તમારા ખોરાકમાં ખાંડની માત્રા જુદા જુદા નામો હેઠળ છુપાયેલ છે - આપણે બધા જાણીએ છીએ કે વધુ ખાંડ ખાવી શરીર માટે સારી નથી. આપણા મોટાભાગના ફૂડ પ્રોડક્ટમાં પાછળ ખાંડની માત્રા લખવામાં આવે છે. પણ તેમાં વિવિધ નામ જેમ કે હાઇ ફ્રુક્ટોઝ કોર્નસીરીમ, કેન ક્રિસ્ટલ, ડેક્સ્ટરોજડ, ઇવૈપોરેટેડ કેન જ્યૂસ, અગેવ નેક્ટર અને ફ્રૂટ જ્યૂસ કંસંટ્રેટ નામે લખવામાં આવે છે પણ મૂળભૂત રીતે આ બધા તત્વો માત્ર જ ખાંડ છે.


ભારતમાં ઘણા બધાં બીજ માટે સબસિડી આપવાની સિસ્ટમ છે. આવી સ્થિતિમાં, મકાઈ, જે જંક ફૂડમાં સૌથી વધુ વપરાયેલા અનાજમાંથી એક છે, તે પણ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખાદ્ય ઉત્પાદનોમાં આ પ્રોડક્ટની માંગને કારણે, તેનું ઉત્પાદન પણ વધ્યું છે. બાળકોમાં પણ તેના ઉત્પાદનોની ઘણી માંગ છે અને કંપનીઓ તેનો ખૂબ પ્રચાર કરે છે. કારણ કે તેઓ બાળકોની તંદુરસ્તી કરતાં તેમની મૂડીની ચિંતા વધુ કરતા હોય છે.


ફેટ ફ્રી અથવા લો ફેટ એટલે કે ઓછી ચરબીવાળા પ્રોડક્ટ અર્થ એ નથી કે ખોરાક પોષક છે - ખાંડ ઉપરાંત જે ખોરાકની સૌથી વધુ તપાસ કરવામાં આવે છે તે ફેટ છે. ખાદ્ય ઉદ્યોગ પણ આ જાણી ચૂક્યો છે. તેથી તે જંક ફૂટમાં ફેટ ફ્રી અને લો ફેટ નામે વેચાણ કરે છે. પરંતુ હકીકતમાં આ વસ્તુ ભ્રામક છે. કારણ કે જ્યારે ખોરાકમાંથી ચરબી દૂર થાય છે, ત્યારે ખોરાકનો સ્વાદ ઓછો થાય છે. તેને વધારવા માટે, ખાંડ, સોડિયમ અને કૃત્રિમ સ્વાદ અલગથી ઉમેરવામાં આવે છે, જે ખોરાકને પહેલાં કરતાં વધુ આરોગ્ય માટે અયોગ્ય બનાવે છે.


મોટાભાગના કેસોમાં ખાંડ અથવા ચરબી પર કરવામાં આવેલ માર્કેટિંગ એ ખાલી ગેરમાર્ગે દોરવાનો રસ્તો છે. ક્યારેય પણ પ્રોસેસ્ડ ફૂડની આરોગ્ય વર્ધક હોવાની ખાતરી આપતું નથી. ઉપરાંત, પ્રોસેસ્ડ ફૂડમાં વપરાતી શાકભાજી અને ફળો મોટે ભાગે વધુ અને વધુ જંતુનાશકો સાથે તૈયાર કરવામાં આવે છે, કારણ કે તેમનો સુંદર દેખાવ વેચવાની પ્રથમ શરત હોય છે.