

ISROએ GSLV માર્ક III-M1, ચંદ્રયાન-2ના લોન્ચ વ્હીકલનો પૂર્વાભ્યાસ પૂરો કરી લીધો છે અને તેનું પ્રદર્શન સામાન્ય છે. આ જાણકારી ઈસરોએ શનિવાર-રવિવારની રાત્રે ટ્વિટ કરીને આપી. નોંધનીય છે કે, 15 જુલાઈએ ચંદ્ર પર બીજા ભારતીય મિશનને ટેક ઓફ કરવાના એક કલાક પહેલા ઈસરોએ રદ કરી દીધું હતું.


ઈસરોએ કહ્યું છે કે આ મિશન હવે 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ ટ્વિટ કરીને કહ્યું કે, GSLV માર્ક III-M1, ચંદ્રયાન 2 મિશન પૂરું થવાનો પૂર્વાભ્યાસ લોન્ચ, પ્રદર્શન સામાન્ય છે.


ચંદ્રયાન-2નું લોન્ચિંગ, ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનીકલ અડચણના કારણે 15 જુલાઈની સવારે લોન્ચ રોકી દેવામાં આવ્યું હતું.


અડચણ ત્યારે ઊભી થઈ જ્યારે લિક્વિડ પ્રોપેલેન્ટને રોકેટના સ્વદેશી ક્રાયોજેનિક અપર-સ્ટેજ એન્જિનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું. સિનિયર વૈજ્ઞાનિકોએ ઉતાવળ કરવાને બદલે લોન્ચિંગ રોકવા માટે ઈસરોની પ્રશંસા કરી હતી.


વૈજ્ઞાનિકો મુજબ, 31 જુલાઈની વિન્ડો નહીં મળવાથી લોન્ચિંગ કાર્યક્રમ પર અસર થઈ છે. મૂળે, આ વિન્ડો ચૂકી જવાના કારણે અંતરિક્ષ યાનને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે વધુ ઈંધણ ખર્ચ થશે. આ ઉપરાંત, તેનાથી ચંદ્ર પર ઓર્બિટરનું જીવન પણ 6 મહિના ઘટી શકે છે.


આ પહેલા ઈસરોએ 15 જુલાઈએ જ નોટિસ ટૂ એરમેન જાહેર કરી દીધું હતું. તેમાં ટીમને 17 જુલાઈએ સવારે 2.30 વાગ્યાથી 3.30 વાગ્યાની વચ્ચે એલર્ટ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


આ ઉપરાંત 18થી 31 જુલાઈ સુધી બપોરે 2 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યાની વચ્ચે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.