

સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવ્યા પછી, સરકાર મોટું પગલું લેવા જઈ રહી છે. આધાર કાર્ડ ધારકોને જલદી જ તેમના આધાર નંબરને સરેન્ડર કરવાની સ્વતંત્રતા મળી શકે છે. હવે નાગરિક ઇચ્છે તો નાગરિક આધારથી હંમેશાં માટે છુટકારો મેળવી શકે છે. આમાં બેંક ગ્રાહકો પાસે KYCના અન્ય ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે. આમાં ગ્રાહકોના પાંચ ડોક્યુમેન્ટ વેલિડ રહેશે.


પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના (નરેગા) નું જોબ કાર્ડ.


આરબીઆઈનો પરિપત્ર - ભારતીય રિઝર્વ બેંકે જુલાઈ 2017માં આ નોટિફાઇની જાણ કરી હતી. બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટના સ્વરૂપમાં, કાળાં નાણાંને રોકવા માટે આ ડોક્યુમેન્ટ જરૂરી બન્યાં હતાં.


જુલાઇ 2017ના નોટિફિકેશન પહેલાં માન્ય દસ્તાવેજો હજી પણ માન્ય રહેશે. બેંક અથવા નાણાંકીય કંપનીની માંગ અનુસાર કોઇ અન્ય ડોક્યુમેન્ટના મામલામાં બેંક તેમના હિસાબથી રેશન કાર્ડ, વીજળી બીલ, અથવા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરતી હતી. જુલાઇ 2017 બાદ આધાર કાનુની રુપથી બેંક એકાઉન્ટ માટે આ જરૂરી ન હતુ, પરંતુ બેંક કેવાયસી ડોક્યુમેન્ટ માટે અન્ય ડોક્યુમેન્ટની તુલનામાં આધારને પ્રાથમિકતા આપે છે.


બેંકરોનું કહેવું છે કે આધાર પર સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તે એ રાહમાં છે કે રિઝર્વ બેંક હવે શું નિર્દેશ જાહેર કરે છે. બેંક હવે તે ગ્રાહકોની સ્થિતિ વિશે સમજવા માંગે છે કે જેનું આધાર બેંક ખાતા સાથે લિ્કડ છે.